સાવધાનઃ કોરોના વાયરસનો નવો પ્રકાર યુવાનોમાં મળી આવતાં આખી દુનિયામાં હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે કોરોનાની રસી આ નવા 501.v2 વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક સાબિત થશે કે નહીં. University of Kwazulu-Natal ના પ્રોફેસર ટ્યૂલિયો ડે ઓલિવિએરાનું કહેવું છે કે હાલની રસીની કોરોનાના નવા સ્ટ્રેન પર અસર અંગે હજુ કઈ
 
સાવધાનઃ કોરોના વાયરસનો નવો પ્રકાર યુવાનોમાં મળી આવતાં આખી દુનિયામાં હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે કોરોનાની રસી આ નવા 501.v2 વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક સાબિત થશે કે નહીં. University of Kwazulu-Natal ના પ્રોફેસર ટ્યૂલિયો ડે ઓલિવિએરાનું કહેવું છે કે હાલની રસીની કોરોનાના નવા સ્ટ્રેન પર અસર અંગે હજુ કઈ કહી શકાય નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસનો નવો પ્રકાર મળી આવતા આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. અનેક દેશોએ તેના પગલે ફરીથી લોકડાઉન લાગુ કર્યું છે તો ઘણા દેશોએ બ્રિટનથી મુસાફરોની અવરજવર પર રોક લગાવી છે. આ બધા વચ્ચે વિશેષજ્ઞોએ એવો પણ દાવો કર્યો છે કે કોરોનાનો આ નવો અવતાર યુવાઓ માટે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના જણાવ્યાં મુજબ કોરોનાનો આ નવો પ્રકાર યુવાઓ માટે વધુ ખતરનાક બની શકે છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું કે કોરોના 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ નુકસાન પહોંચાડે છે. પરંતુ કોરોનાના આ નવા સ્ટ્રેનથી સંક્રમણનું જોખમ યુવાઓને સૌથી વધુ છે.

સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા સ્ટ્રેનના 200 નવા કેસ સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રી જ્વેલી મખિજેના જણાવ્યા મુજબ કોરોનાનો નવો સ્ટ્રેનના કેસ યુવાઓમાં વધુ જોવા મળી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે ચિકિત્સકોએ કોરોનાના નવા વેરિએન્ટના એન્ટીડોટના અભ્યાસમાં જાણ્યું છે કે આ વાયરસ વધુ યુવાઓમાં જોવા મળી રહ્યો છે. આ એ લોકો છે જેમને પહેલેથી કોઈ મોટી બીમારી પણ નથી.