ભગવાન સ્વરૂપ એવા બાળ દિવસની ઠેર ઠેર ઉજવણી અને શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં શાળા, જાહેર કાર્યક્રમોના માધ્યમથી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસની શરૂઆત કેવી રીતે થઇ તે અંગે વિસ્તૃત માહિતી આપીશું. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસને બાળ દિનનાં રૂપે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે પંડિત નેહરૂને બાળકોને ખૂબ પ્રેમ કરતાં
 
ભગવાન સ્વરૂપ એવા બાળ દિવસની ઠેર ઠેર ઉજવણી અને શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં શાળા, જાહેર કાર્યક્રમોના માધ્યમથી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસની શરૂઆત કેવી રીતે થઇ તે અંગે વિસ્તૃત માહિતી આપીશું. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસને બાળ દિનનાં રૂપે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે પંડિત નેહરૂને બાળકોને ખૂબ પ્રેમ કરતાં હતા. આથી બાળ દિવસ ઉજવવામાં માટે એમના જન્મદિવસ પસંદ કરવામાં આવ્યો. વિશ્વમાં પ્રથમ વાર 1954ના વર્ષમાં બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. મૂ

ળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી. તેમજ સંપૂર્ણ વિશ્વમાં બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી.

ભગવાન સ્વરૂપ એવા બાળ દિવસની ઠેર ઠેર ઉજવણી અને શરૂઆત

બાળ દિવસે બાળકોને સમર્પિત, બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બાળકો જ દેશનું ભવિષ્ય હોઇ બાળકોના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય સાથે શારીરિક અને માનસિક વિકાસ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. હાલમાં તો કમાવવાની જરૂરિયાત, ટીવી સિરિયલો-ફિલ્મોનું વળગણ બાળપણના દિવસો ઘટાડતા ગયા છે. તેમાં પછી ઉમેરાઇ ઇન્ટરનેટની સરળ-સસ્તી ઉપલબ્ધતા, દોઢ-બે વરસના બાળકના હાથમાં રમકડાને બદલે સ્માર્ટ મોબાઇલ ફોન રમતા થઇ ગયા છે.

મા-બાપ ઘરે થાકીને આવ્યા હોય, ટીવી જોવામાં વ્યસ્ત હોય ત્યારે બાળક હેરાન ન કરે તે માટે મોબાઇલ પકડાવી દેવામાં આવે છે. પહેલા ભણવા-પ્રાથમિક શિક્ષણ 4-5 વરસની ઉંમરે શરૂ થતું હતું પરંતું સ્પર્ધાત્મકતા વધતા બાળક પાછળ ન પડી જાય તે માટે અઢી વરસનું થાય એટલે તો બાળ મંદિરના સ્થાને જુનિયર કે જી અને સિનિયર કે જી જેવા ખેલ બાળકોની જિંદગીમાં રમવાની-ધમાલ મસ્તીની ઉંમરમાં ઘુસી જાય છે. બાળકની નૈસર્ગિક આવડત, શક્તિ બહાર લાવવાની જરૂર છે. તેને અનંત આકાશમાં ઉડવા હુંફ અને પ્રોત્સાહન રૂપી પાંખો આપવાની જરૂર છે. બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.