પાલોદર ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદનની ઉજવણીથી થનગનાટઃ અધ્યક્ષસ્થાને પ્રદિપસિંહ રાઠોડની હાજરી

અટલ સમાચાર, મહેસાણા 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ તા.26મી જાન્યુઆરી 2019ને શનિવારના રોજ સવારે 9-00 કલાકે પાલોદર પ્રાથમિક શાળા પ્રદીપસિંહ રાઠોડ (પ્રાન્ત અધિકારી)ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. તેમજ મુખ્ય મહેમાન તરીકે મામલતદાર કે.એમ.પટેલ અને તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન.રાઠોડની ઉપસ્થિતિ રહેશે. ગ્રામજનો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવશે. પાલોદર
 
પાલોદર ખાતે  તાલુકા કક્ષાના ધ્વજવંદનની ઉજવણીથી થનગનાટઃ અધ્યક્ષસ્થાને પ્રદિપસિંહ રાઠોડની હાજરી

અટલ સમાચાર, મહેસાણા

70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ તા.26મી જાન્યુઆરી 2019ને શનિવારના રોજ સવારે 9-00 કલાકે પાલોદર પ્રાથમિક શાળા પ્રદીપસિંહ રાઠોડ (પ્રાન્ત અધિકારી)ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. તેમજ મુખ્ય મહેમાન તરીકે મામલતદાર કે.એમ.પટેલ અને  તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન.રાઠોડની ઉપસ્થિતિ રહેશે. ગ્રામજનો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું  શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવશે.

પાલોદર પ્રાથમિક શાળા તથા પી.કે.પટેલ માધ્યમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ સ્ટેજ પ્રોગ્રામ, દેશભક્તિ ગીત, શાૈર્યગીત, દેશગાથા ગીત, નાટક, તલવારબાજી જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ગામ આખુ દેશભક્તિના રંગમાં રંગાઈ જશે. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરાશે.

આ કાર્યક્રમને સોનેરી સ્વરુપ આપવા પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, રાજપૂત સમાજ અને ગ્રામજનો દ્વારા એકબીજાના સહયોગથી પોતાના અધિકારીઓને આવકારવા થનગનાટ સાથે તડામાર તૈયારીઓમાં લાગી પડ્યા છે.

રાજપૂત સમાજના વિદ્યાર્થીઓના તલવાર રાસ મુખ્ય આકર્ષણ

તાલુકાના કક્ષાના આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા તલવાર રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તે  ઉપરાંત જાણવા મળ્યા મુજબ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહેનાર મુખ્ય મહેમાન પ્રાન્ત અધિકારી પ્રદિપસિંહ રાઠોડને સાફો, તલવાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.

ધ્વજવંદનનો સમયાનુસાર કાર્યક્રમ

  • 8ઃ55 કલાકે પ્રાંત અધિકારી મહેસાણાનું સમારોહ સ્થળે આગમન
  • 9ઃ00 કલાકે રાષ્ટ્રધ્વજને સલામી તથા રાષ્ટ્રગીત
  • 9ઃ00 કલાકે પ્રાન્ત અધિકારીનું ઉદ્બોધન
  • 9ઃ03 થી 10ઃ20 પાલોદર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
  • 10ઃ20થી 10ઃ30 ધો.1 થી 10 સુધીના પ્રથમ નંબરે ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન
  • 10ઃ30 થી 11ઃ00 કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપી સન્માન