ચેડા@વિસનગર: દૂધમંડળીના રેકર્ડનો નાશ કર્યાની સુપરવાઇઝર વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા વિસનગર તાલુકાની દૂધ ઉત્પાદક મંડળીના રેકર્ડ સાથે ગંભીર રીતે ચેડા કરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ દાખલ થઇ છે. સુપરવાઇઝરે ઠરાવ બુક ઉપર વાઇટનર મારી સુધારો કર્યા બાદ ઠરાવનુ અસલ પેજ ફાડી નાશ કર્યો હોવાની એફઆઇઆર દાખલ થતાં દૂધ ઉત્પાદક આલમમાં ચકચાર મચી ગઇ છે. મંડળીના રાકેશ પટેલે રૂટના સુપરવાઇઝર વિરૂધ્ધ
 
ચેડા@વિસનગર: દૂધમંડળીના રેકર્ડનો નાશ કર્યાની સુપરવાઇઝર વિરૂધ્ધ ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર તાલુકાની દૂધ ઉત્પાદક મંડળીના રેકર્ડ સાથે ગંભીર રીતે ચેડા કરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ દાખલ થઇ છે. સુપરવાઇઝરે ઠરાવ બુક ઉપર વાઇટનર મારી સુધારો કર્યા બાદ ઠરાવનુ અસલ પેજ ફાડી નાશ કર્યો હોવાની એફઆઇઆર દાખલ થતાં દૂધ ઉત્પાદક આલમમાં ચકચાર મચી ગઇ છે. મંડળીના રાકેશ પટેલે રૂટના સુપરવાઇઝર વિરૂધ્ધ કલમ ક.477(ક),201 મુજબ પોલીસ ફરીયાદ આપી છે.

ચેડા@વિસનગર: દૂધમંડળીના રેકર્ડનો નાશ કર્યાની સુપરવાઇઝર વિરૂધ્ધ ફરીયાદ
File Photo

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાની સેવાલીયા દૂધ ઉત્પાદક મંડળીના રેકર્ડને લઇ ગંભીર બાબત સામે આવી છે. ગત દિવસોએ સેવાલીયા દુઘ ઉત્પાદક સહકારી મંડળીના મકાનમાં તથા વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં રેકર્ડમાં સુધારો-વધારો અને નાશ કર્યાની ઘટના બની હોવાની ફરીયાદ થઇ છે. જેમાં દૂધ મંડળીના પટેલ રાકેશ હરગોવિંદભાઇએ દૂધસંઘના સુપરવાઇઝર ચૌઘરી ફુલજીભાઇ રામસંગભાઇ વિરૂધ્ધ ઠરાવનો નાશ કર્યાની ફરીયાદ વિસનગર શહેર પોલીસ મથકે આપી છે.

ચેડા@વિસનગર: દૂધમંડળીના રેકર્ડનો નાશ કર્યાની સુપરવાઇઝર વિરૂધ્ધ ફરીયાદ
File Photo

અટલ સમાચારને ફેસબુક પર ફોલો કરવા કે સમાચાર જોવા અહીં ક્લિક કરો 

પોલીસ ફરીયાદની વિગતો મુજબ સેવાલીયા દુઘ ઉત્પાદક સહકારી મંડળીની અસલ ઠરાવ બુકમાં ગત તા.13/10/2019ના રોજ ઠરાવ કરેલ હતો. જેમાં ઠરાવ નં.૪ તથા ૫ બાબતે તા.16/10/2019ના રોજ મનસ્વીપણે ચેકી તેના ઉપર વાઇટનર મારી રેકર્ડ સાથે ચેડા કર્યા હતા. આ સાથે ગત ગુરૂવારે વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘની દુઘ મંડળીની કચેરીમાં સુપરવાઇઝરે રાકેશભાઇને બોલાવ્યા હતા. જેમાં અસલ ઠરાવ બુક સાથે ગત તા.16/10/2019ના રોજ વાઇટનર મારી સુઘારા કરેલ પેજ અને તા.22/10/2019ના રોજ કરેલ ઠરાવનો નાશ કરવાના હેતુથી ફાડી દીધો હતો. જેને લઇ સુપરવાઇઝર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ અપાઇ છે.