ચકચાર@અમદાવાદ: પુત્રના આપઘાત બાદ પિતાએ પણ જીવન ટુંકાવ્યું, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ શહેરમાં પિતા-પુત્રના આપઘાતનો કેસ સામે આવ્યો છે. શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ મળી આવી હતી. બનાવ સરખેજ વિસ્તારમાં બન્યો હોવાથી આ મામલે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરમ્યાન પુત્રના આપઘાતની
 
ચકચાર@અમદાવાદ: પુત્રના આપઘાત બાદ પિતાએ પણ જીવન ટુંકાવ્યું, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરમાં પિતા-પુત્રના આપઘાતનો કેસ સામે આવ્યો છે. શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ મળી આવી હતી. બનાવ સરખેજ વિસ્તારમાં બન્યો હોવાથી આ મામલે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરમ્યાન પુત્રના આપઘાતની જાણ થયાના બીજા દિવસે મૃતકના પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. આ મામલે હવે બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના પિતા-પુત્રના આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સરખેજ મકરબા રોડ પર આવેલી ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણે પાંચમી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અલ્પેશે આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો. અલ્પેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું.” આ ઉપરાંત પોલીસ કોઈને પણ હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ પુત્ર અલ્પેશના આપઘાતથી પિતા આઘાતમાં સરકી ગયા અને બીજા દિવસે બળવંતભાઈ પલાણે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

ચકચાર@અમદાવાદ: પુત્રના આપઘાત બાદ પિતાએ પણ જીવન ટુંકાવ્યું, પરિજનો શોકમગ્ન

બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એન.પટેલે આ મામલે જણાવ્યું, કે પુત્ર અલ્પેશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી બાજુ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં બોપલ પોલીસે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દેવું વધી જવાથી બંનેએ આપઘાત કર્યો છે કે આપઘાત પાછળ કોઈ બીજું કારણ છે તેની તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે પરિવાર પિતા-પુત્રના મૃતદેહને અંમિત સંસ્કાર માટે વતન લઈ ગયા છે. પરિવાર અમદાવાદ પરત ફરે ત્યાર બાદ બોપલ પોલીસથી તરફથી પરિવારના સભ્યોનું નિવેદન નોંધીને વધુ તપાસ કરવામાં આવશે.

ચકચાર@અમદાવાદ: પુત્રના આપઘાત બાદ પિતાએ પણ જીવન ટુંકાવ્યું, પરિજનો શોકમગ્ન