ચકચાર@અરવલ્લીઃ મોબાઈલના સંપર્કથી યુવકે યુવતીને મોહજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

અટલ સમાચાર, ડેસ્ક સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી યુવક-યુવતીઓ અને મહિલાઓ સ્માર્ટ ફોનની ઘેલછામાં સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ જ્યાં સારી દિશામાં થાય તો આશિર્વાદ સમાન છે. ઘણીવાર આ સ્માર્ટ ફોનથી જ ઘણાની જીંદગીમાં પ્રેમ સંબંધોમાં છેતરપીંડી, નાણાંકીય છેતરપીંડી, ધમકી, લૂંટ, હત્યા વગેરે જેવી મુશ્કેલીઓનો
 
ચકચાર@અરવલ્લીઃ મોબાઈલના સંપર્કથી યુવકે યુવતીને મોહજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

અટલ સમાચાર, ડેસ્ક

સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી યુવક-યુવતીઓ અને મહિલાઓ સ્માર્ટ ફોનની ઘેલછામાં સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ જ્યાં સારી દિશામાં થાય તો આશિર્વાદ સમાન છે. ઘણીવાર આ સ્માર્ટ ફોનથી જ ઘણાની જીંદગીમાં પ્રેમ સંબંધોમાં છેતરપીંડી, નાણાંકીય છેતરપીંડી, ધમકી, લૂંટ, હત્યા વગેરે જેવી મુશ્કેલીઓનો પ્રવેશ થાય છે.

બાયડ તાલુકાના ડેમાઈ ગામની યુવતી સાથે મોબાઈલ ફોનથી સંપર્કમાં આવેલા મોરબીના જેનિસ સંદીપગીરી ગોસ્વામીએ યુવતીના ઘરે આવી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મોબાઈલ ફોનથી યુવતીને લગ્ન કરવા સહિતની લાલચ આપી શારીરિક સબંધો બાંધવા માટે મજબૂર કરાતાં આ કિસ્સો અન્ય યુવતીઓ માટે ચેતવારૂપ બની રહ્યો છે. બનાવ અંગે બાયડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બાયડ તાલુકામાં રહેતા એક પરિવારની યુવતી મોબાઈલ ફોનના માધ્યમથી મોરબીમાં કલર ફેક્ટરીમાં રહેતા જેનિસ ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. જેમાં બંન્ને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાયા પછી યુવક અને યુવતી એકબીજાના ઘરે આવ-જા કરતા થયા હતા. જેમાં ગત તા.24ના રોજ મોરબીનો યુવાન ડેમાઈ આવ્યો હતો અને યુવતીના ઘરે જ તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

યુવકની મોહજાળમાં ફસાયેલી યુવતીને શારીરિક સબંધો બાંધવા માટે વારંવાર દબાણ કરતા યુવકની માંગણીઓથી તંગ આવી જતા અને અપશબ્દો બોલી સતત ધમકી આપતો હોવાથી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ હિંમત રાખી પોલીસ ફરિયાદ આપી છે. બનાવ અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે બાયડ પોલીસે આરોપી જેનિસ સંદીપગીરી ગોસ્વામી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.