ચકચાર@ચાણસ્મા: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત, પરિવાર શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે ચાણસ્મા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાની વિગતો સામે આવી છે. ફરીયાદીના પિતા બાઇક લઇને ગઇકાલે ચાણસ્મા કામ અર્થે ગયા હતા. જે બાદમાં મોડીસાંજ સુધી પરત ન આવતાં પરિજનોએ ચિંતાતુર બની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાદમાં તેઓ કોઇ સગાંને ત્યાં ગયા હોવાનુ માની
 
ચકચાર@ચાણસ્મા: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત, પરિવાર શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે ચાણસ્મા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયાની વિગતો સામે આવી છે. ફરીયાદીના પિતા બાઇક લઇને ગઇકાલે ચાણસ્મા કામ અર્થે ગયા હતા. જે બાદમાં મોડીસાંજ સુધી પરત ન આવતાં પરિજનોએ ચિંતાતુર બની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાદમાં તેઓ કોઇ સગાંને ત્યાં ગયા હોવાનુ માની ફરીયાદી ખેતરમાં પાણી વાળવાં ગયા હતા. આ તરફ વહેલી સવાર સુધી પિતા પરત ન આવતાં ફરીથી શોધખોળ કરતાં ચાણસ્માના રૂપપુર નજીક લોકોની ભીડી જોઇ હતી. જ્યાં તપાસ કરતાં તેમનુ બાઇક તુટેલી હાલતમાં અને પિતાની લાશ જોઇ તેઓ ચોંકી ઉઠ્યાં હતા. જે બાદમાં તેમણે ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યાં વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના ખીમીયાણા ગામના આધેડનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. ખીમીયાણા ગામે પરેશજી વિનુજી ઠાકોર મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેમના પિતા વિનુજી અને ગામના મથુરજી બાઇક પર ચાણસ્મા કામ અર્થે ગયા હતા. આ તરફ મોડીસાંજ સુધી પરત ન આવતાં ફરીયાદીએ શોધખોળ હાથ ઘરી હતી. જે બાદમાં તેઓની કોઇ ભાળ ન મળતાં કોઇ સગાંને ત્યાં ગયા હોવાનુ માની અને રાત્રે ખેતરમાં પાણત કરવાનું હોઇ ફરીયાદી ખેતરમાં ગયા હતા. આ તરફ વહેલી સવાર સુધી તેમના પિતા ઘરે આવ્યા ન હોઇ મથુરજીના ઘરે તપાસ કરી હતી. જ્યાં મથુરજીએ જણાવ્યું હતુ કે, મારે કામ હોઇ હું ચાણસ્મા રોકાયેલ અને તારા પિતા બાઇક લઇ નિકળી ગયા હતા.

ચકચાર@ચાણસ્મા: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત, પરિવાર શોકમગ્ન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાણસ્મા-પાટણ હાઇવે પર ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. ગઇકાલે બાઇક લઇ નીકળેલાં વ્યક્તિની શોધખોળ દરમ્યાન તેમનો પુત્ર રૂપપુર નજીક પહોંચતાં લોકોની ભીડ જોઇ હતી. જે બાદમાં તપાસ કરતાં તેમના પિતા મૃત હાલતમાં અને બાઇક તુટેલી હાલતમાં મળી આવ્યુ હતુ. જેને લઇ મૃતકના ભાઇએ અજાણ્યાં વાહનચાલક સામે ફરીયાદ નોંધાવી છે. ચાણસ્મા પોલીસે અજાણ્યાં આરોપી સામે આઇપીસીની કલમ 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134, 187 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચાર@ચાણસ્મા: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત, પરિવાર શોકમગ્ન