આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ચાણસ્મા

લોકડાઉન વચ્ચે ચાણસ્મા તાલુકાના ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બે કોમ વચ્ચે યુવતિની મામલે ઉગ્ર ઝઘડો થયા દરમ્યાન સામસામે પથ્થરમારો થયો હતો. ભારે અફરાતફરી દરમ્યાન ઉગ્ર બોલાચાલી વચ્ચે જૂથ અથડામણની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. ગામમાં અલગ અલગ સમાજના બે કોમના લોકો સામસામે આવી જતા ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે જૂથ અથડામણની ઘટના બની છે. યુવતિની છેડતી મામલે પહેલા ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ પછી સામાજીક તંગદિલી વ્યાપી જતાં મોટીસંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. ત્યાર બાદ બંને ટોળાં વચ્ચે પથ્થરમારો સર્જાતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન ઉપસ્થિત કોઇએ વિડીયો લેતાં એકબીજા પર પથ્થરમારા થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે હાલ ગામમાં અજંપાભરી શાંતિ હોવાનુ સામે આવ્યુ છે. લોકડાઉન વચ્ચે ક્રાઇમની ઘટના ચોંકાવનારી સાબિત થઇ રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code