ચકચાર@દાંતીવાડા: ઇસમે ડેલીકેટને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા દાંતીવાડા તાલુકાના ગામે મારી દિવાલ કેમ બનાવતો નથી તેમ કહી એક શખ્સે ડેલીકેટ પર હુમલાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. ગામની સીટ પરથી ચુંટાયેલા ડેલીકેટ ગામમાં પુર સંરક્ષણની દિવાલનું કામ મજૂરો મારફતે કરાવતાં હતા. આ દરમ્યાન ગામના ઇસમે ડેલીકેટ પાસ આવીને કહેલ કે, મારી દિવાલ તારે બનાવવી પડશે નહીંતર
 
ચકચાર@દાંતીવાડા: ઇસમે ડેલીકેટને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના ગામે મારી દિવાલ કેમ બનાવતો નથી તેમ કહી એક શખ્સે ડેલીકેટ પર હુમલાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. ગામની સીટ પરથી ચુંટાયેલા ડેલીકેટ ગામમાં પુર સંરક્ષણની દિવાલનું કામ મજૂરો મારફતે કરાવતાં હતા. આ દરમ્યાન ગામના ઇસમે ડેલીકેટ પાસ આવીને કહેલ કે, મારી દિવાલ તારે બનાવવી પડશે નહીંતર હું તને જોઇ લઇશ. જે બાદમાં સરપંચના ખેતર પર આવતાં આરોપી ઇસમને ડેલીકેટને ગાળો બોલી લાકડી મારવાની કોશિષ કરી હતી. જે બાદમાં મારું કામ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હોવાની ફરીયાદ ડેલીકેટે નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે ડેલીકેટને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાની ફરીયાદ નોંધાઇ છે. ઓઢવાની સીટ પરથી વર્ષ-2018માં ડેલીકેટ બનેલા હેમતાભાઇ ચૌધરી ગઇકાલે સવારે ગામમાં પુર સંરક્ષણની દિવાલનું કામ મજૂરો મારફતે કરાવી રહ્યાં હતા. આ દરમ્યાન ગામના રાજુસિંહ રાજપૂત તેમની પાસે આવીને કહેલ કે, મારી દિવાલ તારે કરવી પડશે. જે બાદમાં ડેલીકેટે કહેલ કે, ગ્રાન્ટ આવશે તો હું કરાવીશ. જે બાદમાં ગામના સરપંચે ડેલીકેટને ફોન કરી તેમના ખેતરે બોલાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સરપંચના ખેતરે રાજુસિંહે આવી ડેલીકેટને ગાળાગાળી કરી હતી. જે બાદમાં લાકડીથી મારવા જતાં સરપંચ સહિતના વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા. આ તરફ રાજુસિંહે જતાં-જતાં કહેલ કે, આજે તો આ લોકોએ વચ્ચે પડી છોડાવેલ છે. પરંતુ મારી દિવાલનું કામ નહીં કરાવે તો તને તારા ખેતરે આવી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે બાદમાં હેમતાભાઇ ચૌધરીએ રાજુસિંહ સામે દાંતીવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસી 294(b), 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • રાજુસિંહ કેશરસિંહ રાજપૂત, ગામ-ઓઢવા, તા.દાંતીવાડા, જી.બનાસકાંઠા