ચકચાર@ગાંધીનગર: પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂકથી ગોળી મારી આપઘાત કર્યો

અટલ સમાચાર ડેસ્ક ગાંધીનગરમાં પોલીસ અધિકારીના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સચિવાલયના સંકુલમાંથી મળી આવેલી કારમાં મૃત હાલતમાં પોલીસ ઇન્સ્પેક્ટર મળી આવતા હાહાકાર મચી ગયો હતો. બનાવની વિગતો સાંપડતા અધિકારીનું નામ પી.જે. પટેલ (PI PJ Patel) હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ પી.આઈ. પટેલ ગુમ હતા ત્યારે તેમના
 
ચકચાર@ગાંધીનગર: પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂકથી ગોળી મારી આપઘાત કર્યો

અટલ સમાચાર ડેસ્ક

ગાંધીનગરમાં પોલીસ અધિકારીના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સચિવાલયના સંકુલમાંથી મળી આવેલી કારમાં મૃત હાલતમાં પોલીસ ઇન્સ્પેક્ટર મળી આવતા હાહાકાર મચી ગયો હતો. બનાવની વિગતો સાંપડતા અધિકારીનું નામ પી.જે. પટેલ (PI PJ Patel) હોવાનું સામે આવ્યું હતું.

ગઈકાલે મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ પી.આઈ. પટેલ ગુમ હતા ત્યારે તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. જોકે, આખી રાત ગુમ રહેલા અધિકારીને શોધવા માટે પોલીસે ખૂબ મશકત કરી હતી. દરમિયાન તેમની ક્રેટા કાર સચિવાલય સંકુલમાંથી મળી આવી હતી. તપાસ કરતા કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે. જોકે, તેમણે ક્યા કારણોસર આ પગલું ભર્યુ તેનું રહસ્ય ઘેરાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પી.આઈ. પ્રિતેશ પટેલ સચિવાલય સંકુલની સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે ગઇકાલે રાતે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આ બનાવ સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં બન્યો હતો. દરમિયાન સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પી.આઈ. પટેલ ઘરેથી નીકળ્યા ત્યારે પરિવારમાં ઝઘડો થયો હોવાના અહેવાલ છે, પરંતુ આ મામલે પોલીસે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ ગુમ રહેતા પરિવારે પોલીસમાં જાણ કરી હતી. જોકે, પોલીસને તેમનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

ચકચાર@ગાંધીનગર: પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂકથી ગોળી મારી આપઘાત કર્યો
જાહેરાત