ચકચાર@હિંમતનગર: કોરોનાના શંકાસ્પદ 2 દર્દી દવાખાનેથી ભાગ્યા, 1 ઝબ્બે

અટલ સમાચાર,હિંમતનગર કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની શોધખોળ અને સારવારમાં વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે કામે લાગ્યુ છે. આ દરમ્યાન હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ બે દર્દીઓ ચાલુ સારવારમાં નિકળી ગયા હતા. આથી વાયરસ સામે અફરાતફરી વચ્ચે આરોગ્ય અને પોલીસ વિભાગે બે પૈકી એક દર્દીને ઝડપી લઇ તુરંત હોસ્પિટલ ખસેડી દીધો છે. જ્યારે અન્ય એક શંકાસ્પદ દર્દીની શોધ
 
ચકચાર@હિંમતનગર: કોરોનાના શંકાસ્પદ 2 દર્દી દવાખાનેથી ભાગ્યા, 1 ઝબ્બે

અટલ સમાચાર,હિંમતનગર

કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની શોધખોળ અને સારવારમાં વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે કામે લાગ્યુ છે. આ દરમ્યાન હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં દાખલ બે દર્દીઓ ચાલુ સારવારમાં નિકળી ગયા હતા. આથી વાયરસ સામે અફરાતફરી વચ્ચે આરોગ્ય અને પોલીસ વિભાગે બે પૈકી એક દર્દીને ઝડપી લઇ તુરંત હોસ્પિટલ ખસેડી દીધો છે. જ્યારે અન્ય એક શંકાસ્પદ દર્દીની શોધ કરી હોસ્પિટલમાં દાખલ કરવા દોડધામ મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલમાં કોરોનાના આઠથી વધુ શંકાસ્પદ દર્દીઓ દાખલ થયેલા છે. જેમાં સારવાર અને રીપોર્ટ દરમ્યાન અચાનક બે શંકાસ્પદ દર્દીઓ કોઇ કારણથી હોસ્પિટલ છોડી ભાગી જતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ હોસ્પિટલના આરોગ્ય સ્ટાફને થતાં કોરોનાના બંને શંકાસ્પદ દર્દીઓને ફરીથી હોસ્પિટલમાં લાવવા કવાયત હાથ ધરી હતી. જેમાં એક દર્દીને પોલીસના સહયોગથી મળી આવ્યા બાદ તુરંત સિવીલમાં ફરીથી રીફર કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના દસ લોકોને શંકાસ્પદ કોરોના હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ગત દિવસોએ નેપાળથી પરત ફરતા શંકાસ્પદ કોરોનાની અસર હોવાને કારણે તમામ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા. કોરોનાના શંકાસ્પદ દર્દીઓ કોઇ કારણસર સારવાર પુર્ણ થાય અથવા ડોક્ટરની રજા મળે તે પુર્વે હોસ્પિટલ છોડી દેતાં હોઇ આરોગ્ય આલમમાં ખળભળાટની સ્થિતિ બની છે.