ચકચાર@ઇડર: પશુઆહારની દુકાનમાં 1500માં નોકરી કરતો છોટું 3.72 લાખ રોકડ ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડર ગંજબજારમાં દુકાન ધરાવતાં વેપારીને ત્યાં નોકરી કરતો ઇસમ 3.72 લાખની ચોરી કરી નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લાં છએક મહિનાથી વેપારીની દુકાનમાં નોકરી કરતાં છોટુ નામના ઇસમ પાસે દુકાનની ચાવીઓ હોઇ તેને રાત્રે ચોરી કરી હતી. જે બાદમાં સવારે વેપારીએ આવીને જોતાં ડ્રોવરમાં મુકેલાં પૈસા નહીં જણાતાં
 
ચકચાર@ઇડર: પશુઆહારની દુકાનમાં 1500માં નોકરી કરતો છોટું 3.72 લાખ રોકડ ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર ગંજબજારમાં દુકાન ધરાવતાં વેપારીને ત્યાં નોકરી કરતો ઇસમ 3.72 લાખની ચોરી કરી નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લાં છએક મહિનાથી વેપારીની દુકાનમાં નોકરી કરતાં છોટુ નામના ઇસમ પાસે દુકાનની ચાવીઓ હોઇ તેને રાત્રે ચોરી કરી હતી. જે બાદમાં સવારે વેપારીએ આવીને જોતાં ડ્રોવરમાં મુકેલાં પૈસા નહીં જણાતાં છોટુંને ફોન કર્યો હતો. જોકે તેનો ફોન બંધ આવતો હોઇ વેપારીએ છોટું નામના ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ ઇડર પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરના ગંજબજારમાં દુકાન ધરાવતાં વેપારી સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇડરના રેવાસમાં રહેતાં દિનેશકુમાર ભીખાભાઇ પટેલ ઇડર એપીએમસીમાં પશુ આહારની બંસી ટ્રેડીંગ નામની દુકાન ચલાવે છે. જોકે તેમની દુકાનમાં છેલ્લાં છએક મહિનાથી માસિક રૂ.1500ના પગારમાં છોટુ નામના યુવકને નોકરી રાખ્યો હતો. જે યુવક રાત્રે ત્યાં ચોકી પણ કરતો હોઇ વેપારી દુકાનની ચાવી તેને આપીને જ જતાં હતા. આ તરફ 10 એપ્રિલના રોજ તાળું માર્યા બાદ 11 એપ્રિલે સવારે દુકાન ખોલી ડ્રોવરમાં તપાસ કરતાં રોકડ રૂ.3,72,000 જોવા નહીં મળતાં વેપારી ચોંકી ઉઠ્યા હતા.

ચકચાર@ઇડર: પશુઆહારની દુકાનમાં 1500માં નોકરી કરતો છોટું 3.72 લાખ રોકડ ચોરી ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દુકાનમાં ચોરી થયાનું જાણી વેપારીએ નોકરી કરતાં તમામને બોલાવી તપાસ કરી હતી. જોકે છોટું હાજર ન હોઇ તેને ફોન કરતાં ફોન પણ બંધ આવ્યો હતો. જેથી તેને જ રોકડ રકમ રૂ. 3,72,000 ચોર્યા હોવાનું સ્પષ્ટ થતાં કર્મચારીઓ સાથે વેપારી પોલીસ મથકે પહોંચ્યાં હતા. જ્યાં આરોપી છોટુ સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે છોટું સામે આઇપીસી કલમ 181 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.