ચકચાર@ખેરાલુ: જૂની અદાવતમાં લોકડાઉન વચ્ચે બાખડ્યાં, સામસામે ફરીયાદ

અટલ સમાચાર, ખેરાલુ લોકડાઉન વચ્ચે ખેરાલુ તાલુકાના ગામે અંગત અદાવતમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગત દિવસોએ જૂથ અથડામણ બાદ ગઇકાલે રાત્રે ગામના વૃધ્ધ મહિલાને બાઇકની ટક્કર વાગતા મામલો બિચક્યો હતો. જેમાં બંને સમાજના લોકો ટોળા સાથે ઉમટી પડી મારામારી કરી હતી. જૂથ અથડામણમાં સાત જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તમામને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ
 
ચકચાર@ખેરાલુ: જૂની અદાવતમાં લોકડાઉન વચ્ચે બાખડ્યાં, સામસામે ફરીયાદ

અટલ સમાચાર, ખેરાલુ

લોકડાઉન વચ્ચે ખેરાલુ તાલુકાના ગામે અંગત અદાવતમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગત દિવસોએ જૂથ અથડામણ બાદ ગઇકાલે રાત્રે ગામના વૃધ્ધ મહિલાને બાઇકની ટક્કર વાગતા મામલો બિચક્યો હતો. જેમાં બંને સમાજના લોકો ટોળા સાથે ઉમટી પડી મારામારી કરી હતી. જૂથ અથડામણમાં સાત જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તમામને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવીલમાં ખસેડાયા હતા. જોકે હાલ બંને સમાજના લોકોએ સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@ખેરાલુ: જૂની અદાવતમાં લોકડાઉન વચ્ચે બાખડ્યાં, સામસામે ફરીયાદ

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના સાગથળા ગામે ગઇકાલે રાત્રે જૂથ અથડામણની ઘટના બની હતી. સાગથળાના પરમાર અશ્વિનભાઇએ નોંધાવેલી ફરીયાદ મુજબ ગામના ઉંમરલાયક વૃધ્ધ મહિલાને બાઇકની ટક્કર વાગ્યા બાદ બાઇકચાલકે ખર્ચો આપવાનું કહી સમાધાનની વાત કરી હતી. આ દરમ્યાન ગામના સેનમા સમાજના લોકોએ ઘસી આવી પથ્થરમારો કર્યો હતો. જેમાં અશ્વિનભાઇ તરફી ૭ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ અશ્વિનભાઇએ ગામના ૮ લોકો સામે નામજોગ ફરીયાદ દાખલ કરાવી છે.

ચકચાર@ખેરાલુ: જૂની અદાવતમાં લોકડાઉન વચ્ચે બાખડ્યાં, સામસામે ફરીયાદ

આ તરફ સાગથળાના સેનમા સંજયભાઇ કાંન્તીલાલે નોંધાવેલી ફરીયાદ મુજબ તેમની માતાને આરોપી સેનમા સંજયભાઇ કાંન્તીલાલે મોટર સાયકલથી અકસ્માત કરતાં ફરીયાદીએ આરોપીના પિતા સેનમા કાંન્તીભાઇ ભેમાભાઇને ઠપકો આપવા ગયા હતા. જ્યાં અશ્વિનભાઇ સહિતના સાથે બોલાચાલી થયા બાદ તેઓ પોતાના ઘરે આવતા રહ્યા હતા. આ દરમ્યાન અશ્વિનભાઇ સહિતનાઓએએ ભેગા થઇ ગેરકાયદેસરની મંડળી બનાવી, હથિયારો ધારણ કરી તેમના ઘરે આવી હથિયારોથી તથા છુટી ઇંટો મારી હતી. ઘટનાને લઇ સંજયભાઇએ ગામના ૮ લોકો સામે નામજોગ ફરીયાદ દાખલ કરાવી છે.

પરમાર અશ્વિનભાઇએ આ લોકો સામે નોંધાવી પોલીસ ફરીયાદ

  • સેનમા જગદીશભાઇ કાંન્તીલાલ
  • સેનમા સંજયભાઇ કાંન્તીલાલ
  • સેનમા મહેશભાઇ કાંન્તીલાલ
  • સેનમા દીપકભાઇ કાળીદાસ
  • સેનમા સાહીલભાઇ રામજીભાઇ
  • સેનમા કાંન્તીભાઇ ભેમાભાઇ
  • સેનમા ગોવિદભાઇ ભટીદાસ
  • સેનમા રામાભાઇ ઇસ્વરભાઇ રહે. તમામ સાગથળા તા.ખેરાલુ જિલ્લો મહેસાણા

સેનમા સંજયભાઇ કાંન્તીલાલે આ લોકો સામે નોંધાવી પોલીસ ફરીયાદ

  • પરમાર રણજીતભાઇ નટવરભાઇ
  • પરમાર પ્રકાશભાઇ નટવરભાઇ
  • પરમાર મેહુલભાઇ માધાભાઇ
  • પરમાર શૈલેષભાઇ બાબુભાઇ
  • પરમાર અશ્વિનભાઇ નારાયણભાઇ
  • પરમાર જશુંભાઇ નારાયણભાઇ
  • પરમાર મેહુલભાઇ ગોવિંદભાઇ
  • પરમાર અનિલભાઇ ગોવિંદભાઇ રહે. તમામ સાગથળા તા.ખેરાલુ જિલ્લો મહેસાણા