ચકચાર@કચ્છ: આરોપીના મોતને પગલે ફરિયાદ બાદ 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ,મુન્દ્રા એક 30 વર્ષીય યુવકનુ કસ્ટડીમાં પોલીસના મારથી મોત થયુ હતુ. આ મામલે ત્રણ પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. જેની કાર્યવાહીમા આજે 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંદ્રા પોલીસના કર્મીઓ એક યુવાનને ચોરીની આશંકા આધારે ઉઠાવી ગઈ હતી. પોલીસ કર્મીઓ વિરૂધ્ધ આક્ષેપ લાગ્યા હતા કે, તેઓએ છેલ્લા અઠવાડીયાથી યુવકને
 
ચકચાર@કચ્છ: આરોપીના મોતને પગલે ફરિયાદ બાદ 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ,મુન્દ્રા

એક 30 વર્ષીય યુવકનુ કસ્ટડીમાં પોલીસના મારથી મોત થયુ હતુ. આ મામલે ત્રણ પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. જેની કાર્યવાહીમા આજે 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  મુંદ્રા પોલીસના કર્મીઓ એક યુવાનને ચોરીની આશંકા આધારે ઉઠાવી  ગઈ હતી. પોલીસ કર્મીઓ વિરૂધ્ધ આક્ષેપ લાગ્યા હતા કે, તેઓએ છેલ્લા અઠવાડીયાથી યુવકને ગુન્હો સ્વીકારવા સતત મારી મારી રહ્યા હતા. જેથી યુવકનુ મોત નીપજ્યુ હતુ. આ મામલે ચારણ સમુદાયના લોકો ભારે સંખ્યામાં હોસ્પીટલ ખાતે જમા થઈ લાશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 12/01/2021 ના રોજ મુંદ્રા પોલીસે 1.90 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીની આશંકાના આધારે અરજણ ગઢવી નામના યુવકની ધરપકડ કરી હતી. અઠવાડીયાથી યુવકને ગુન્હો સ્વીકારવા સતત માર મારતા તેનુ કસ્ટડીમાં જ મોત નીપજતા મામલાએ ચર્ચાનુ જોર પકડ્યુ હતુ. યુવકનુ અવશાન થતાં ચારણ સમુદાયના લોકો હોસ્પીટલ ખાતે જમા થઈ યુવકની લાશને સ્વીકારનો ઈન્કાર કરી દીધો હતો. તેઓ માંગ કરી રહ્યા હતા કે, જવાબદાર પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. ચારણ સમુદાયના આગેવાનોના મત મુજબ આ હત્યા છે. જેથી એસપીએ આ મામલામાં તુરંત કાર્યવાહીની ખાતરી આપી હતી.

સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, કસ્ટડીમાં યુવકનુ મોત થતા ચારણ સમુદાયના લોકો આરોપી પોલીસકર્મી વિરૂધ્ધ કડક દંડાત્મક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. આ મામલે એસપીએ પીડીતને ન્યાય આપવાની ખાતરી આપી હતી. જ્યાર બાદ ત્રણ પોલીસ કર્મીઓ શક્તિસીંહ ગોહીલ, અશોક કન્નાડ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલાનો વિરૂધ્ધ હત્યાના આરોપીસર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ત્રણેય પોલીસ કર્મી સહીત, તપાસ બાદ એસપી સૌરભસીંહે પીઆઇ જે.એ.પઢીયાર તથા અન્ય બે કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ગોહિલને તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખ્યા છે.