ચકચાર@કડી: 13 વર્ષના કિશોરે પોતાના અપહરણનું નાટક કરી પોલીસને દોડાવી

અટલ સમાચાર, મહેસાણા કડીમાં ગતરાત્રે એક કિશોરીનું અપહરણ થયાનું બહાર આવ્યું હતું. આથી કડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ 13 વર્ષીય કિશોરને શોધી લીધો હતો. આ પછી આરોપીને પકડવા પોલીસે અપહ્યત કિશોરને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં પોલીસને આશંકા જતાં યુક્તિ પ્રયુક્તિથી પોલીસે કિશોરના અપહરણનો પર્દાફાશ કર્યો હતો. ખુદ કિશોરે
 
ચકચાર@કડી: 13 વર્ષના કિશોરે પોતાના અપહરણનું નાટક કરી પોલીસને દોડાવી

અટલ સમાચાર, મહેસાણા

કડીમાં ગતરાત્રે એક કિશોરીનું અપહરણ થયાનું બહાર આવ્યું હતું. આથી કડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ 13 વર્ષીય કિશોરને શોધી લીધો હતો. આ પછી આરોપીને પકડવા પોલીસે અપહ્યત કિશોરને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં પોલીસને આશંકા જતાં યુક્તિ પ્રયુક્તિથી પોલીસે કિશોરના અપહરણનો પર્દાફાશ કર્યો હતો. ખુદ કિશોરે પોતાના અપહરણનો પ્લાન બનાવી પોલીસને દોડાવી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 13 વર્ષના કિશોરનું અપહરણ બાદ ગણતરીના કલાકોમાં મળી પણ ગયો હતો. ગતરાત્રે અંદાજે‌ 9 વાગ્યાની આસપાસ કરણનગર રોડ પર રહેતા કુંજ નવીનભાઇ સોની(ઉ.વ. 13)નું બે ઇસમોએ વાન ગાડીમાં અપહરણ કર્યાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં કડી પોલીસે ટીમો અપહરણમાં ભોગ બનનાર કિશોર કુંજને સાથે રાખી આરોપી શોધવા મથામણ કરી હતી. જેમાં અપહરણ થયેલ જન્મભુમિ સોસાયટીથી લઇને ભોગ બનનાર કિશોરના કહેવા મુજબના સ્થળે તપાસ કરી હતી.

છત્રાલ હાઇવે પર ખુલ્લા મેદાનમાં પોતાને ઉતારી આરોપીઓ ભાગી ગયાનું કિશોરે જણાવ્યું હતું. આ સાથે પોતાને કંઇક સુંઘાડી બેહોશ કરી માર માર્યો હતો. જોકે આ દરમ્યાન બે ઇસમોને આંખમાં માટી નાખી પોતે દોડીને સાયકલ લઇ સંતાઇ ગયાનું પણ કિશોરે જણાવ્યું હતું. ઘટનાથી પોતે ગભરાઇ ગયો અને ઘરે આવી પોતાના મોટાભાઇ તથા માતાને બનાવની વાત કર્યાનું કહ્યું હતું. કરેલાની જેમાં પોલીસને શંકા જતાં પ્રથમ દ્રષ્ટીએ ભોગ બનનાર કુંજ સાથે બનેલ અપહરણના રસ્તામાં આવતા સી.સી.ટી.વી. ફુટેજની તપાસ પોલીસે કરી હતી. આ દરમ્યાન કિશોરને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો.

13 વર્ષના કુંજને મોબાઇલ લેવો હતો એટલે પોતાના મોટાભાઇ નિસર્ગના મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી નાખ્યા હતા. આ પછી પોતાના મોટાભાઇ વઢે નહી અને અપહરણથી સહાનુભૂતી મળે તે હેતુથી બનાવટી સ્ટંટ કર્યાનું બહાર આવ્યું હતું. કડી પોલીસે કુંજના અપહરણના બનાવનો પર્દાફાશ કરી સાચી હકીકત પ્રકાશમાં લાવ્યા બાદ સમગ્ર પંથકમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે સમાજમાં આવા બનાવ અંગે જાગૃતિ લાવવા સમગ્ર બાબતે મથામણ કરી હતી.