ચકચાર@મહેસાણા: શાળાએ જવાનું કહી ઘરેથી નીકળેલી સગીરા અચાનક ગુમ, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા શહેરમાંથી એક સગીરા ગુમ થવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ શાળાએ ગયા બાદ સગીરા પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ આદરી હતી. આ તરફ સગીરા નહીં મળતાં તે કોઇ ની સાથે ભાગી ગઇ છે કે કેમ ? તે બાબતે પણ તેઓ અજાણ હોઇ ચિંતિંત બન્યા
 
ચકચાર@મહેસાણા: શાળાએ જવાનું કહી ઘરેથી નીકળેલી સગીરા અચાનક ગુમ, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા શહેરમાંથી એક સગીરા ગુમ થવાની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ શાળાએ ગયા બાદ સગીરા પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ આદરી હતી. આ તરફ સગીરા નહીં મળતાં તે કોઇ ની સાથે ભાગી ગઇ છે કે કેમ ? તે બાબતે પણ તેઓ અજાણ હોઇ ચિંતિંત બન્યા છે. ઘટનાને લઇ સગીરાની માતાએ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના એક વિસ્તારમાંથી 17 વર્ષિય સગીરા અચાનક ગુમ થતાં પરિવાર ચિંતિત બન્યો છે. ગત તા.23 જાન્યુઆરીએ ફરીયાદી વેપાર કરી ઘરે આવતાં પોતાની દીકરીને જોઇ ન હતી. જેથી આસપાસમાં તપાસ કરતાં તે શાળાએ ગઇ હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ ચાર વાગ્યા સુધી સગીરા ઘરે નહીં આવતાં ફરીયાદીએ તેમના પુત્રને જાણ કરી શોધખોળ આદરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શનિવારથી લઇ આજે બુધવાર સુધી પરિવારે સગીરાને શોધ્યા બાદ પણ તે મળી આવી ન હતી. આ સાથે તેમની પુત્રીને કોઇ ઇસમ ભગાડી ગયો છે કે કેમ ? તે બાબતે પણ તેઓ અજાણ હોઇ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મહેસાણા એ ડીવીઝન પોલીસે આઇપીસી કલમ 363 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.