ચકચાર@મોડાસા: યુવતિના મોતની ફરીયાદ ટાળતાં આક્રોશ, એસપીને કહ્યા નોકર

અટલ સમાચાર,મોડાસા મોડાસા તાલુકાની ગુમ યુવતીનો મૃતદેહ મળ્યા બાદ પંથકમાં ભારે હોબાળા વચ્ચે આક્રોશ ફાટી નીકળ્યો છે. શંકાસ્પદ મોતને લઇ પોલીસે ફરીયાદમાં અત્યંત વિલંબ કરતા હોવાથી સ્થાનિકો મોડાસા પોલીસ સ્ટેશને મોડી રાત સુધી બેસી રહ્યા હતા. આ દરમ્યાન સ્થાનિક વકીલ યુવકે પોલીસ કાફલા વચ્ચે ઉભા એસપીને રીતસર તતડાવી નોકર કહ્યાનો વિડીયો સામે આવ્યો છે. લાલ
 
ચકચાર@મોડાસા: યુવતિના મોતની ફરીયાદ ટાળતાં આક્રોશ, એસપીને કહ્યા નોકર

અટલ સમાચાર,મોડાસા

મોડાસા તાલુકાની ગુમ યુવતીનો મૃતદેહ મળ્યા બાદ પંથકમાં ભારે હોબાળા વચ્ચે આક્રોશ ફાટી નીકળ્યો છે. શંકાસ્પદ મોતને લઇ પોલીસે ફરીયાદમાં અત્યંત વિલંબ કરતા હોવાથી સ્થાનિકો મોડાસા પોલીસ સ્ટેશને મોડી રાત સુધી બેસી રહ્યા હતા. આ દરમ્યાન સ્થાનિક વકીલ યુવકે પોલીસ કાફલા વચ્ચે ઉભા એસપીને રીતસર તતડાવી નોકર કહ્યાનો વિડીયો સામે આવ્યો છે. લાલ લાઇટવાળી ગાડી અને વર્દી અમારા જેવા લોકોના ટેક્સ દ્રારા ભોગવતા હોવાનુ જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ચકચાર@મોડાસા: યુવતિના મોતની ફરીયાદ ટાળતાં આક્રોશ, એસપીને કહ્યા નોકર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકા સાયરા ગામેથી ગત દિવસોએ ગુમ યુવતિની લાશ મળી હતી. જે બાદ પરિવારજનો અને ગ્રામજનોએ ભારે આક્રોશ વચ્ચે હત્યા થઇ હોવાના આક્ષેપો સાથે ચક્કાજામ કર્યો હતો. આ પછી ગત મોડીરાત સુધી મોડાસા રૂરલ પોલીસ મથકે બેસીને પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમ્યાન સ્થાનિક વકીલ કેવલ રાઠોડે જાહેરમાં એસપી મયુર પાટીલને ફરીયાદ કેમ દાખલ કરતા નથી તેવા સવાલો કર્યા હતા. જેમાં તમે અમારા નોકર છો અને અમારા પૈસે સત્તા ભોગવતાનું સ્પષ્ટ પરખાવી દીધુ હતુ. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ છે.

વકીલ કેવલ રાઠોડના એસપીને શાબ્દિક પ્રહાર:

ભેદભાવ કરો છો તમે, આવી લૂચ્ચાઈ નહીં ચલાવી લઈએ, આઈજીને કહેવું હોય તો કહી દેજો, તમારો પગાર અમે આપીએ છીએ. આ ખાખી વર્દી છે અમારા પૈસાની છે. અત્યાર શરમ લાગે છે અંદર ઘૂસી ગયા છો. લાજ કાઢવી પડે છે અહીં ? તમારો પગાર અમે આપીએ છીએ, તમે નોકર છો અમારા. આ લાલ લાઈટની ગાડીમાં ફરો છો અમારા પૈસાની છે. તમારે નોકરો કરવો હોય તો વ્યવસ્થિત કરો. આ પોલીસ સ્ટેશન છે કોઈ બાપની પેઢી નથી. ભાન પડતું નથી સાહેબ, લાજ શરમ છે કે નહીં જરાય ? અંદર જઈને ચૂપચાપ છાનામાના બેસી ગયા છો. એસપી તરીકે તમારી જવાબદારી છે. એટલા માટે જ તમને પગાર આપીએ છીએ અમે લોકો.

ચકચાર@મોડાસા: યુવતિના મોતની ફરીયાદ ટાળતાં આક્રોશ, એસપીને કહ્યા નોકર