ચકચાર@મોડાસા: મલ્ટીપર્પઝ સોસાયટીમાં ગ્રાહકો-એજન્ટોને રોકાણ કરાવી 22.74 લાખની છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસામાં ઇસમોએ મલ્ટીપર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીની ઓફીસ ખોલી ગ્રાહકો અને એજન્ટોને 22.74 લાખનું રોકાણ કરાવી ઓફીસ બંધ કરી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. મોડાસા પંથકમાં ઇસમોએ પહેલાં મલ્ટીપર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીની ઓફીસ ખોલી એજન્ટો બનાવ્યા હતા. જે બાદમાં એજન્ટો મારફતે મોટી સંખ્યામાં ગ્રાહકોને દૈનિક, માસિક, ત્રિમાસિક અને વાર્ષિક રોકાણ કરાવ્યુ
 
ચકચાર@મોડાસા: મલ્ટીપર્પઝ સોસાયટીમાં ગ્રાહકો-એજન્ટોને રોકાણ કરાવી 22.74 લાખની છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસામાં ઇસમોએ મલ્ટીપર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીની ઓફીસ ખોલી ગ્રાહકો અને એજન્ટોને 22.74 લાખનું રોકાણ કરાવી ઓફીસ બંધ કરી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. મોડાસા પંથકમાં ઇસમોએ પહેલાં મલ્ટીપર્પઝ કો-ઓપરેટીવ સોસાયટીની ઓફીસ ખોલી એજન્ટો બનાવ્યા હતા. જે બાદમાં એજન્ટો મારફતે મોટી સંખ્યામાં ગ્રાહકોને દૈનિક, માસિક, ત્રિમાસિક અને વાર્ષિક રોકાણ કરાવ્યુ હતુ. જેમાં અત્યાર સુધી પંથકના ગ્રાહકોએ 22.74 લાખનું રોકાણ કર્યા બાદ આ ઇસમોએ સોસાયટી બંધ કરી દઇ પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પીસાલ ગામના ભમરસિંહ સોલંકીએ 5 ઇસમ સામે 22.74 લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. જેમાં આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ નીતિશકુમાર જીતેન્દ્રભાઇ વર્મા(મુંબઇ), સીઇઓ કનકસિંહ લાલસિંહ રાઠોડ(પ્રાંતિજ), ડાયરેક્ટર અમરતભાઇ વિઠ્ઠલભાઇ પટેલ(મહેસાણા), કિરણભાઇ નરસિંહભાઇ પટેલ(પાલનપુર) અને ગોપાલસિંહ ભગવતસિંહ સોલંકીએ વર્ષ 2014થી 2017 સુધી આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.ઓપરેટીવ સોસાયટીની ઓફીસ ખોલી હતી.

ચકચાર@મોડાસા: મલ્ટીપર્પઝ સોસાયટીમાં ગ્રાહકો-એજન્ટોને રોકાણ કરાવી 22.74 લાખની છેતરપિંડી
આરોપીઓના નામ

આ દરમ્યાન ફરીયાદીને પોતાના એજન્ટ બનાવી અને અન્ય એજન્ટો મારફત સોસાયટીમાં રોકાણ કરાવ્યુ હતુ. ઇસમોએ દૈનિક, માસિક, ત્રિમાસિક, વાર્ષિક અને ફિક્સ ડિપોઝીટ પ્લાનમાં અલગ-અલગ ગ્રાહકો પાસે રૂ.22,74,526નું રોકાણ કરાવ્યુ હતુ. જે બાદમાં તેઓ સોસાયટી બંધ કરી ગ્રાહકો અને એજન્ટોને સોસાયટીમાં રોકાણ કરેલ રકમ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. મોડાસા રૂરલ પોલીસે પાંચેય સામે આઇપીસી 406, 420, 409, 114 અને GPIDની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચાર@મોડાસા: મલ્ટીપર્પઝ સોસાયટીમાં ગ્રાહકો-એજન્ટોને રોકાણ કરાવી 22.74 લાખની છેતરપિંડી
જાહેરાત