ચકચાર@મોડાસા: શાળામાં કિશોરીની છેડતી, શિક્ષક સામે આખુ ગામ ગુસ્સામાં

અટલ સમાચાર,મોડાસા મોડાસા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કરતા ચકચાર મચી ગઇ છે. શિક્ષકે રૂમમાં એકલા બોલાવી ગાલ અને શરીરના ભાગે સ્પર્શ કરતા વિદ્યાર્થિની હેબતાઇ ગઇ હતી. જેને લઇ તેને માતાપિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાલીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોબાળો થતા લંપટ શિક્ષકે
 
ચકચાર@મોડાસા: શાળામાં કિશોરીની છેડતી, શિક્ષક સામે આખુ ગામ ગુસ્સામાં

અટલ સમાચાર,મોડાસા

મોડાસા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કરતા ચકચાર મચી ગઇ છે. શિક્ષકે રૂમમાં એકલા બોલાવી ગાલ અને શરીરના ભાગે સ્પર્શ કરતા વિદ્યાર્થિની હેબતાઇ ગઇ હતી. જેને લઇ તેને માતાપિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાલીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોબાળો થતા લંપટ શિક્ષકે મીડિયાના કેમેરા સામે તે પોતે વિદ્યાર્થિનીનાં પિતા સમાન હોવાનું રટણ કરી રહ્યો હતો અને વિદ્યાર્થિનીઓને પિતા તરીકે સ્પર્શ કર્યો હોવાનું રટણ કરી અને માફી માંગી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@મોડાસા: શાળામાં કિશોરીની છેડતી, શિક્ષક સામે આખુ ગામ ગુસ્સામાં

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની કુંડોલ પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. શાળાના શિક્ષક પ્રવિણે વિદ્યાર્થિનીને એકલી રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ પ્રવિણે ગાલ અને શરીરના અન્ય ભાગો ઉપર સ્પર્શ કરતા બાળકી ગભરાઇ ગઇ હતી. બાળકીએ માતાપિતાને જાણ કરતા વાલીઓ અને ગ્રામજનોએ શાળામાં પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.

ચકચાર@મોડાસા: શાળામાં કિશોરીની છેડતી, શિક્ષક સામે આખુ ગામ ગુસ્સામાં

સમગ્ર મામલે કુંડોલ ગામની એક માતાએ જણાવ્યું, ‘અમે અમારી છોકરીઓને અહીંયા અભ્યાસ માટે મોકલીએ છીએ. શાળાનો શિક્ષક જે ભગવાના જેવો હોય તે આવી હરકતો કરે તે કેવી રીતે ચલાવી લેવાય’ ગામના સૌ કોઈ લંપટ શિક્ષક પર ફીટકાર વરસાવતા શાળામાં એકઠાં થઈ ગયા હતા. કુંડોલના રહેવાસી અન્ય મહિલાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘આ લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીઓને રૂમમાં એકલી બોલાવી અને તેના ગાલ પર ચુંબનો કર્યા હતા અને શરીરના અન્ય અંગોમાં હાથ ફેરવી અડપલાં કર્યા હતા. આવું તેણે અનેક વિદ્યાર્થિનીઓ સાથે કર્યુ છે’