ચકચાર@પાલનપુર: યુવતિએ આડા સંબંધની ના પાડતા યુવકે ચાકુના ઘા માર્યા

અટલ સમાચાર, પાલનપુર કોરોનાના હાહાકાર વચ્ચે પાલનપુર તાલુકાના ગામે યુવતિએ આડા સંબંધની ના પાડતા યુવકે ચાકુ વડુ હુમલો કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી થઇ છે. પિયરમાં રહેતી યુવતી પર ગામના યુવાનની ખરાબ નજર હોવાથી તેને આડા સંબંધની માંગ કરી હતી. જોકે યુવતિએ ચોખ્ખી ના પાડતાં યુવકે છાતી અને પેટના ભાગ ઉપર ચાકુના ઘા મારતા
 
ચકચાર@પાલનપુર: યુવતિએ આડા સંબંધની ના પાડતા યુવકે ચાકુના ઘા માર્યા

અટલ સમાચાર, પાલનપુર

કોરોનાના હાહાકાર વચ્ચે પાલનપુર તાલુકાના ગામે યુવતિએ આડા સંબંધની ના પાડતા યુવકે ચાકુ વડુ હુમલો કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી થઇ છે. પિયરમાં રહેતી યુવતી પર ગામના યુવાનની ખરાબ નજર હોવાથી તેને આડા સંબંધની માંગ કરી હતી. જોકે યુવતિએ ચોખ્ખી ના પાડતાં યુવકે છાતી અને પેટના ભાગ ઉપર ચાકુના ઘા મારતા યુવતિ ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને લઇ ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના સરીપડા ગામે રહેતી યુવતિ ઉપર ગામના યુવકે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સરીપડા ગામની યુવતિના લગ્ન ગઢ ગામે થયા હતા. જોકે છેલ્લા ચારેક વર્ષથી તે પોતાના પિયર સરીપડામાં જ રહેતી હતી. ગઇકાલે સાંજના સમયગાળે યુવતિ ડેરીમાંથી સફાઇ કામ કરી ઘરે જતી હતી. આ દરમ્યાન ગામનો જ ગોવિંદજી ગંભીરજી ઠાકોર તેની પાસે આવી આડા સંબંધની માંગને લઇ માથાકુટ કરતો હતો.

યુવતિએ નોંધાવેલી ફરીયાદ મુજબ, ગોવિંદજીએ યુવતિને કહ્યુ હતુ કે, ગમે તે થઇ જશે તો પણ તારી સાથે સંબંધ બાંધીશ. આ સાથે જો સંબંધ નહિ બાંધે તો હું તને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જોકે યુવતિ નહિ માનતા ગોવિંદજીએ એકદમ ઉશ્કેરાઇ જઇ હાથમાં રહેલ ચાકુથી મહિલાની છાતી અને પેટના ભાગે ઘા કર્યા હતા. આ સાથે યુવતિને ડાબા હાથે પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ ગઢ પોલીસે ગોવિંદજી ઠાકોર વિરૂધ્ધ આઇપીસીની કલમ 307 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.