ચકચાર@પાલનપુર: નજીવી બાબતે યુવક પર કુહાડીથી હુમલો, મહિલા સહિત 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે ઘરે આગળ કેમ ઉભા છો તેવું કહેતાં ઇસમોએ યુવક પર કુહાડીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામમાં યુવકના ઘરની આગળ કેટલાંક ઇસમો ઉભા હોઇ યુવકે કહેલ કે કેમ મારા ઘરની આગળ ઉભા છો ? જેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ યુવક સાથે ગાળાગાળી કરી કુહાડીથી હુમલો
 
ચકચાર@પાલનપુર: નજીવી બાબતે યુવક પર કુહાડીથી હુમલો, મહિલા સહિત 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે ઘરે આગળ કેમ ઉભા છો તેવું કહેતાં ઇસમોએ યુવક પર કુહાડીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામમાં યુવકના ઘરની આગળ કેટલાંક ઇસમો ઉભા હોઇ યુવકે કહેલ કે કેમ મારા ઘરની આગળ ઉભા છો ? જેથી ઇસમોએ ઉશ્કેરાઇ જઇ યુવક સાથે ગાળાગાળી કરી કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનો કાન કપાઇ ગયો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે યુવકના પિતાએ ગામની એક મહિલા સહિત 3 વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા ગામે નજીવી બાબતે યુવક પર કુહાડીથી હુમલો થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામમાં મજૂરી કરીને રહેતાં મગનભાઇ સેભરાના ઘર આગળ ગામના ગટીયા શંકરભાઇ બજાણીયા, રાહુલ કાન્તીભાઇ બજાણીયા અને ટીનાબેન કાન્તીભાઇ બજાણીયા ઉભા હતા. જેથી મગનભાઇના પુત્ર મહેશે કહેલ કે તમે લોકો કેમ અહીં ઉભા છો ? જેથી ઇસમોએ ભેગા મળી ગાળાગાળી કરી તેને માર માર્યો હતો. આ સાથે ગટીયા બજાણીયાએ મેહુલને કાનના ભાગે કુહાડી મારતાં થોડોક કાન કપાઇ ગયો હોઇ યુવક લોહીલુહાણ બની ગયો હતો. જોકે સ્થાનિકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યાં બાદ યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુર તાલુકાના ધાણધા ગામે નજીવી બાબતે યુવક પર કુહાડી વડે હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજના સમયે બનેલી ઘટનાને લઇ ખેતરે ગયેલ પરિવાર તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો. જ્યાં પુત્ર ધવલને જોતાં તેનો કાન થોડો કપાઇ ગયો હોઇ લોહી નીકળતું હતુ. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા બાદ ઘરના મોભીએ ગામની જ એક મહિલા અને પુરૂષ મળી કુલ ત્રણ ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે 3 ઇસમો વિરૂધ્ધ આઇપીસી 323, 324, 294(b), 114 અને અનુસુચિત જાતિ અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(2)(va) મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધીર છે.