ચકચાર@પાટણ: બેફામ બનેલી કારે રીક્ષાને અડફેટે લેતાં 2 વ્યક્તિના મોત, 3 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાકાળ વચ્ચે પાટણ તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે તાલુકાના ગામ નજીક રીક્ષામાં પાંચ વ્યક્તિઓ પાટણ તરફ જઇ રહ્યાં હતા. આ તરફ સામેથી બેફામ ઝડપે આવતી કારે તેમની ટક્કર મારતાં રીક્ષા ચોકડીઓમાં ઘુસી ગઇ હતી. જે બાદમાં પાંચેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર
 
ચકચાર@પાટણ: બેફામ બનેલી કારે રીક્ષાને અડફેટે લેતાં 2 વ્યક્તિના મોત, 3 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણ તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે તાલુકાના ગામ નજીક રીક્ષામાં પાંચ વ્યક્તિઓ પાટણ તરફ જઇ રહ્યાં હતા. આ તરફ સામેથી બેફામ ઝડપે આવતી કારે તેમની ટક્કર મારતાં રીક્ષા ચોકડીઓમાં ઘુસી ગઇ હતી. જે બાદમાં પાંચેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા બાદ 2 લોકોના મોત થતાં હડકંપ મચી ગયો છે. આ તરફ અકસ્માત સર્જી ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ફરીયાદીએ ફરાર કારચાલક સામે પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના સંખારી ગામ નજીક સ્વિફ્ટ કારની ટક્કરે રીક્ષા પલટી જતાં 2 લોકોના મોત થયા છે. શહેરના બુકડી વિસ્તરમાં રહેતાં સાઇનાબાનુ, ફુલસમબીબી, હનીફાબીબી રીક્ષા લઇ મણુંદથી દર્શન કરી પાટણ પરત આવી રહ્યાં હતા. જ્યાં રીક્ષામાં ચાલક મન્સુરી બસીર અને સથવારા ક્રીશ પણ હતો. આ દરમ્યાન સાંજના સાડા સાત વાગ્યા આસપાસ સંખારી ગામ નજીક આવતાં પાટણ તરફથી આવતી સ્વિફ્ટ ગાડીના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે, રીક્ષા ચોકડીઓમાં ઘુસી ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટના બાદ ચાલક ગાડી મુકીને જ ફરાર થઇ ગયો હતો. આ તરફ રાહદારીઓને ઘટનાની જાણ થતાં ‌108 બોલાવી તમામ ઇજાગ્રસ્તોને બહાર નીકાળી ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરીયાદીના સાસુ ફુલસમબીબી પઠાણ અને રીક્ષા ડ્રાઇવર મન્સુરી બસીરનું સારવાર વચ્ચે મોત થયુ હતુ. આ સાથે ફરીયાદીને નાકના ભાગે ફ્રેક્રચર, હનીફાબીબીને ડાબી સાઇડના ખભા અને કપાળના ભાગે ઇજાઅ અને સથવારા ક્રીશને જમણા પગે ઇજા પહોંચી હતી. ઘટનાને લઇ સાઇનાબાનુએ ફરાર કારચાલક સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આરોપી સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ

  1. ફુલસમબીબી સઇદખાન પઠાણ, રહે.પાટણ
  2. મન્સુરી બસીર ફકીરમહંમદ, રહે.પાટણ (રીક્ષા ડ્રાઇવર)