ચકચાર@પાટણ: નજીવી બાબતે 6 ઇસમોએ 2 યુવકોને છરીના ઘા માર્યા, એકનો કાન કપાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ શહેરમાં અમારી સામે કેમ જુએ છે કહીને ઇસમોએ 2 વ્યક્તિને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે મન્ચુરીયન લેવા ગયેલ યુવકને 6 ઇસમોએ તું અમારી સામે કેમ જુએ છે કહી ગાળાગાળી કરી હતી. જેથી યુવકે તેના ભાઇને ફોન કરી બોલાવતાં તે પહોંચ્યાં બાદ ઇસમોએ તેની સાથે
 
ચકચાર@પાટણ: નજીવી બાબતે 6 ઇસમોએ 2 યુવકોને છરીના ઘા માર્યા, એકનો કાન કપાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ શહેરમાં અમારી સામે કેમ જુએ છે કહીને ઇસમોએ 2 વ્યક્તિને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે મન્ચુરીયન લેવા ગયેલ યુવકને 6 ઇસમોએ તું અમારી સામે કેમ જુએ છે કહી ગાળાગાળી કરી હતી. જેથી યુવકે તેના ભાઇને ફોન કરી બોલાવતાં તે પહોંચ્યાં બાદ ઇસમોએ તેની સાથે પણ ગાળાગાળી કરી બંનેને છરીના ઘા મારતાં એક યુવકનો અડધો કાન કપાઇ ગયો હતો. ઘટનાને લઇ વધુ લોકો ભેગા થઇ જતાં આ ઇસમો નાસી છુટ્યા બાદ બંનેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલ અને બાદમાં મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. જેને લઇ યુવકે 6 લોકોના નામજોગ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ઇસમોએ સામાન્ય બાબતે બે યુવકો પર છરીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતાં બળવંતજી વરસંગજી ઠાકોર મન્ચુરીયન લેવા નવજીવન સર્કલ પહોંચ્યાં હતા. જ્યાં અશોકભાઇ હરચંદજી રાણા, મંગાજી ઉર્ફે મંગળસિંહ બચાજી ઠાકોર(વામૈયા), સંજયજી સોમાજી ઠાકોર(વામૈયા) નવઘણજી ઠાકોર(વામૈયા), મોન્યુ ઉર્ફે અશોક રાણા અને પિયુષ અશોક રાણાએ તું કેમ અમારી સામે જુએ છે ? તેમ કહી ગાળાગાળી કરી બળવંતજીએ પોતાના ભાઇ દશરથજીને ફોન કરી બોલાવ્યાં હતા.

ચકચાર@પાટણ: નજીવી બાબતે 6 ઇસમોએ 2 યુવકોને છરીના ઘા માર્યા, એકનો કાન કપાયો

આ દરમ્યાન દશરથજી સ્થળ પર પહોંચતાં ઇસમો ગાળાગાળી કરતાં હોઇ ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડી હતી. જોકે ઇસમોએ ઉશ્કેરાઇ જઇ નજીકના ગલ્લા-લારીમાં સંતાડી રાખેલ ઘાતક હથિયારો જેમાં લાકડી, છરીઓ અને ગુપ્તિ લઇ બંને ભાઇઓ ઉપર તુટી પડ્યા હતા. જેમાં ઇસમોએ બળવંતજીને ડાબા હાથે-ખભા, બરડામાં છરી અને ગુપ્તિના ઘા માર્યા હતા. આ સાથે દશરથજીને લમણા પર છરી મારતાં ડાબી બાજુનો અડઘો કાન કપાઇ ગયો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે શરીરે અને છરીના ઘા થી બચવા હાથ આડા કર્યા હોઇ હાથે પણ ઇજા પહોંચી હતી.

ચકચાર@પાટણ: નજીવી બાબતે 6 ઇસમોએ 2 યુવકોને છરીના ઘા માર્યા, એકનો કાન કપાયો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમારી સામે કેમ જુએ છે કહી ઇસમોએ ગાળાગાળી કરી બે યુવકો પર છરી અને ગુપ્તિથી હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ ફરીયાદીના મિત્ર ઘટનાસ્થળે દોડી આવી બંનેને વધુ મારમાંથી છોડાવી તાત્કાલિક રીક્ષામાં જનતા હોસ્પિટલ ખસેડ્યા હતા. જે બાદમાં ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે મહેસાણા રીફર કર્યા હતા. ઘટનાને લઇ દશરથજીએ ૬ શખ્સો સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમો સામે આઇપીસી 147, 148, 149, 307, 326, 323 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.