ચકચાર@પાટણ: ગામનો જ ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ તાલુકાના ગામે ઇસમ ગામની જ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ખેડૂત પરિવારની દીકરી બપોરના સમયે પોતાના ઘરમાં જોવા નહીં મળતાં તપાસ કરી હતી. જે બાદમાં સ્થાનિકો દ્રારા ખબર પડી હતી કે, ગામનો જ ઇસમ સગીરાને બાઇક પર બેસાડી ભગાડી ગયો છે. જેથી પરિવારે શોધખોળ કરવા
 
ચકચાર@પાટણ: ગામનો જ ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ તાલુકાના ગામે ઇસમ ગામની જ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ખેડૂત પરિવારની દીકરી બપોરના સમયે પોતાના ઘરમાં જોવા નહીં મળતાં તપાસ કરી હતી. જે બાદમાં સ્થાનિકો દ્રારા ખબર પડી હતી કે, ગામનો જ ઇસમ સગીરાને બાઇક પર બેસાડી ભગાડી ગયો છે. જેથી પરિવારે શોધખોળ કરવા છતાં સગીરા નહીં મળતાં ઇસમ સામે બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે. ગામમાં રહી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં પરિવારની દીકરી ગત તા.22 એપ્રિલના રોજ બપોર પછી જોવા મળી ન હતી. જેથી પરિવારે તાત્કાલિક મહોલ્લાં અને ગામમાં તપાસ કરવા છતાં સગીરા નહીં મળતાં ચોંકી ગયા હતા. જે બાદમાં ગામના એક મહિલા દ્રારા જાણવા મળેલ કે તેમની સગીર દીકરીને ગામનો જ ઇસમ બાઇક પર ભગાડી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં કિશોરી-સગીરાને ભગાડી જવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. 22 એપ્રિલે પાટણ તાલુકાના એક ગામે સગીર યુવતિને ગામનો જ ઇસમ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સગીરાના કાકાએ ઇસમ સામે બાલીસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે ઇસમ સામે આઇપીસી 363, 366 અને પોક્સો એક્ટની કલમ 18 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .