ચકચાર@પાટણ: સગીરાએ ફીનાઇલ પીધું, ઇસમ દવાખાનામાંથી જ ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ હારીજ પંથકની સગીરાએ અગમ્ય કારણોસર ફીનાઇલ પીધા બાદ તેને ધારપુર ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેને ગામનો જ ઇસમ લગ્ન કરવાની લાલચ આપીને બાઇક પર ભગાડી ગયાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જે બાદમાં સગીરાના પિતાએ ઇસમના ઘરે તપાસ કરતાં તે હાજર ન હોઇ સમાજના માણસો સાથે સગીરાની શોધખોળ
 
ચકચાર@પાટણ: સગીરાએ ફીનાઇલ પીધું, ઇસમ દવાખાનામાંથી જ ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

હારીજ પંથકની સગીરાએ અગમ્ય કારણોસર ફીનાઇલ પીધા બાદ તેને ધારપુર ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેને ગામનો જ ઇસમ લગ્ન કરવાની લાલચ આપીને બાઇક પર ભગાડી ગયાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જે બાદમાં સગીરાના પિતાએ ઇસમના ઘરે તપાસ કરતાં તે હાજર ન હોઇ સમાજના માણસો સાથે સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જોકે સગીરા નહીં મળતાં તેના પિતાએ ઇસમ સામે બાલીસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજમાં રહેતી સગીરાને દવાખાને દાખલ કર્યા બાદ ઇસમ ભગાડી ગયાનો ઘટના સામે આવી છે. હારીજ શહેરના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરાએ 7 એપ્રિલના રોજ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ હારીજ અને બાદમાં ધારપુર ખસેડાઇ હતી. આ તરફ 9 એપ્રિલના રોજ સવારે હારીજનો ઠાકોર જીગરજી નાથુજી તેને ભગાડી ગયો હોવાનું સામે આવ્યુ છે. પહેલાં તો દવાખાનાના ખાટલામાં દીકરી જોવા નહીં મળતાં પરિવારે તપાસ કરી હતી. જોકે હોસ્પિટલના સીસીટીવી કેમેરા જોતાં ઇસમ સગીરાને બાઇક પાછળ બેસાડી પાટણ બાજુ લઇ જતો હોવાનું ખુલ્યુ હતુ.

ચકચાર@પાટણ: સગીરાએ ફીનાઇલ પીધું, ઇસમ દવાખાનામાંથી જ ભગાડી ગયો, પોક્સો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફીનાઇલ પી લીધા બાદ સગીરાને સારવાર અર્થે ખસેડતાં ઇસમ દવાખાનમાંથી સગીરાને ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સગીરાના પિતાએ ઇસમના ઘરે તપાસ કરતાં તેના પિતાએ કહ્યુ હતુ કે, મારો છોકરો મારા કહ્યામાં નથી અને 2 દિવસથી ઘરે પણ નથી આવ્યો. જેથી સગીરાના પિતાએ આજદીન સુધી તપાસ કરવા છતાં સગીરા નહીં મળતાં ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. બાલીસણા પોલીસે ઇસમ સામે આઇપીસી 363, 366 અને પોક્સ એક્ટની કલમ 18 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.