ચકચાર@પાટણ: દારૂ પીને યુવકે મહિલાને માથામાં છરી મારી, 3 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સરસ્વતી સરસ્વતી તાલુકાના ગામે નજીવી બાબતે ત્રણ ઇસમોએ મહિલા સહિતનાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે ફરીયાદી મહિલાના ઘર આગળથી એક ઇસમ દારૂ પીને ગાળો બોલતો હતો. જેથી ફરીયાદી મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમે છરી કાઢી માથાના ભાગે મારતાં મહિલાએ બુમાબુમ કરી હતી. જેથી મહિલાના સાસુ-સસરાં આવી
 
ચકચાર@પાટણ: દારૂ પીને યુવકે મહિલાને માથામાં છરી મારી, 3 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, સરસ્વતી

સરસ્વતી તાલુકાના ગામે નજીવી બાબતે ત્રણ ઇસમોએ મહિલા સહિતનાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે ફરીયાદી મહિલાના ઘર આગળથી એક ઇસમ દારૂ પીને ગાળો બોલતો હતો. જેથી ફરીયાદી મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમે છરી કાઢી માથાના ભાગે મારતાં મહિલાએ બુમાબુમ કરી હતી. જેથી મહિલાના સાસુ-સસરાં આવી જતાં વધુ માર માંથી છોડાવતાં આરોપીનું ઉપરાણું લઇ આવેલા અન્ય બે ઇસમો મળી કુલ ત્રણ શખ્સોએ જતાં-જતાં ફરીયાદી મહિલાને બે-ત્રણ લાફા મારી દીધા હતા. આ સાથે હવે પછી અમારી સામું બોલી તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેને લઇ મહિલાએ ત્રણ ઇસમોના નામજોગ પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે દારૂ પીને ઇસમે મહિલાને માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. ગામના રમીલાબેન ગમાનજી ઠાકોર ગઇકાલે સાંજે આશરે છ વાગ્યે તેમના ઘરે હતા. આ દરમ્યાન ગામનો ઠાકોર અમરતજી કાંતીજી દારૂ પીને ગાળો બોલતો હતો. જેથી રમીલાબેને પુછેલ કે તમે કોને ગાળો બોલો છો ? આ તરફ અમરતજીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફેટમાંથી છરી કાઢી રમીલાબેનના માથામાં મારતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. ઘટનાને લઇ રમીલાબેને બુમાબુમ કરતાં તેમના સાસુ-સસરા પણ આવી પહોંચ્યાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી અમરતજીનું ઉપરાણું લઇ ગામના લાલાજી અને સેંધાજી ઠાકોર પણ આવીને માથાકૂટ કરવા લાગ્યા હતા. આ તરફ રમીલાબેનના સાસુ-સસરાએ વધુ મારથી બચાવતાં દરમ્યાન જતાં-જતાં આરોપીઓએ રમીલાબેનને બે-ત્રણ લાફા મારી દીધા હતા. આ સાથે શરીરે ગડદાપાટુંનો માર મારી હવે પછી અમારી સામે બોલશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. જેને લઇ રમીલાબેને ત્રણ ઇસમોના નામજોગ પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 324, 506(2), 114, 294(b) અને જીપીએની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. સેધાજી ભોજાજી ઠાકોર
  2. લાલાજી રેવાજી ઠાકોર
  3. અમરતજી કાંતીજી ઠાકોર