ચકચાર@પ્રાંતિજ: એક જ ગામના 35 વ્યક્તિ વિરૂધ્ધ એટ્રોસિટી દાખલ

અટલ સમાચાર,પ્રાંતિજ પ્રાંતિજ તાલુકાના ગામે ગત દિવસોએ દલિત સમાજમાં આવેલી જાનમાં ડીજે વગાડવાના મુદ્દે ભારે હંગામો થયો હતો. સમગ્ર મામલે દીકરીના પિતાએ એકસાથે 35 લોકો પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. હાલમાં ગામમાં શાંતિ હોવાની સાથે-સાથે સ્થાનિક અધિકારીઓએ જાત તપાસમાં કોઈ વિરોધાભાસ બાબત સામે આવી નથી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ચકચાર@પ્રાંતિજ: એક જ ગામના 35 વ્યક્તિ વિરૂધ્ધ એટ્રોસિટી દાખલ

અટલ સમાચાર,પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકાના ગામે ગત દિવસોએ દલિત સમાજમાં આવેલી જાનમાં ડીજે વગાડવાના મુદ્દે ભારે હંગામો થયો હતો. સમગ્ર મામલે દીકરીના પિતાએ એકસાથે 35 લોકો પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. હાલમાં ગામમાં શાંતિ હોવાની સાથે-સાથે સ્થાનિક અધિકારીઓએ જાત તપાસમાં કોઈ વિરોધાભાસ બાબત સામે આવી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે દલિત સમાજની જાનમાં ડીજે વગાડવાના મામલે આજે ફરીયાદ નોંધાઇ છે. દિકરીના પિતાએ એકસાથે ગામના 35 લોકો પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. નોંધનિય છે કે, પોલીસે હાલ આ મામલે 15 જેટલા લોકોની અટકાયત કરી છે. હાલમાં સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા ગામમાં રૂબરૂ મુલાકાત કરતા સ્થાનિકોએ જણાવ્યા અનુસાર વિરોધાભાસીની કોઈ પણ બાબત સામે આવી નથી.

ચકચાર@પ્રાંતિજ: એક જ ગામના 35 વ્યક્તિ વિરૂધ્ધ એટ્રોસિટી દાખલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઝાલાની મુવાડીમાં દલિત પરિવારોના સમગ્ર ગામમાં માત્ર બાર જ ઘર છે. ગત દિવસોએ લગ્નમાં ડીજે વગાડવાને લઇ માથાકૂટ બાદ ફરીયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસમાં બાર પરિવારો અંતર્ગત કોઈપણ પ્રકારનો વિરોધાભાસ ન કરાયો હોવાની વાત પણ જાણવા મળી છે.