ચકચાર@સમી: ધોળા દિવસે ખેડૂતના મકાનમાંથી રોકડ અને દાગીના મળી 1.92 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે ધોળા દિવસે તસ્કરોએ રહેણાંક મકાનનું તાળું તોડી તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે સવારે સંબંધીના ઘરે ગયેલા પરિવારે સાંજે ઘરે આવી જોતાં દરવાજાનું તાળું તુટેલું હતુ. જેથી અંદર તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1.92 લાખની ચોરી થઇ હોવાનું સામ આવતાં પરિવાર ચોંકી
 
ચકચાર@સમી: ધોળા દિવસે ખેડૂતના મકાનમાંથી રોકડ અને દાગીના મળી 1.92 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે ધોળા દિવસે તસ્કરોએ રહેણાંક મકાનનું તાળું તોડી તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે સવારે સંબંધીના ઘરે ગયેલા પરિવારે સાંજે ઘરે આવી જોતાં દરવાજાનું તાળું તુટેલું હતુ. જેથી અંદર તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1.92 લાખની ચોરી થઇ હોવાનું સામ આવતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ઘટનાને લઇ ખેડૂતે અજાણ્યાં ઇસમો સામ સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@સમી: ધોળા દિવસે ખેડૂતના મકાનમાંથી રોકડ અને દાગીના મળી 1.92 લાખની ચોરી

પાટણ જીલ્લાના સમી તાલુકા બાસ્પા ગામે ધોળા દિવસે 1.92 લાખની ચોરી થઇ છે. બાસ્પા ગામે રહેણાં રાણાભાઇ ઠાકોર ગઇકાલે સવારે 8 વાગ્યે સંબંધીની ખબર પુછવાં કલ્યાણપુરા ગયા હતા. આ તરફ સાંજે પાંચેક વાગે પાછા આવતાં તેમની પત્નિએ ઘરના દરવાજાનો નકુચો તુટેલો જોતાં ચોંકી ઉઠ્યાં હતા. જે બાદમાં તપાસ કરતાં ઘરમાં બધો સામાન વેર-વિખેર પડ્યો હોઇ ચોરી થયાનું સામે આવ્યુ હતુ. અજાણ્યાં ઇસમો મકાનનું તાળું તોડી 1.92 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ચકચાર@સમી: ધોળા દિવસે ખેડૂતના મકાનમાંથી રોકડ અને દાગીના મળી 1.92 લાખની ચોરી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં ઇસમોએ ધોળા દિવસે ખેડૂતના ઘરમાં દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો હતો. જે બાદમાં રોકડ રકમ રૂ.1,50,000, સોના-ચાંદીના દાગીના કિ.રૂ. 42,000 મળી કુલ કિ.રૂ.1,92,000ની ચોરી કરી હોવાનું ખુલ્યુ હતુ. ઘટનાને લઇ ખેડૂત રાણાભાઇ ઠાકોરે અજાણ્યાં ઇસમો સામે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 454, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચાર@સમી: ધોળા દિવસે ખેડૂતના મકાનમાંથી રોકડ અને દાગીના મળી 1.92 લાખની ચોરી