ચકચાર@શિહોરી: ચુનાના કટ્ટા નીચેથી અધધધ.. 15 લાખથી વધુનો દારૂ ઝબ્બે

અટલ સમાચાર, કાંકરેજ ( રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએથી લાખોની કિંમતના દારૂ ઝડપાઇ રહ્યા છે. પોલીસને બાતમી મળતા શિહોરી હાઈવે પરથી અધધધ….15 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપી લીધો છે. જેનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાનૂની પ્રવૃત્તિ નાબૂદ કરવાના ભાગરૂપે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર વાય.એમ.મિશ્રા અને પીએસઆઇ આહીર સહિતના
 
ચકચાર@શિહોરી: ચુનાના કટ્ટા નીચેથી અધધધ.. 15 લાખથી વધુનો દારૂ ઝબ્બે

અટલ સમાચાર, કાંકરેજ ( રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએથી લાખોની કિંમતના દારૂ ઝડપાઇ રહ્યા છે. પોલીસને બાતમી મળતા શિહોરી હાઈવે પરથી અધધધ….15 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપી લીધો છે. જેનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ચકચાર@શિહોરી: ચુનાના કટ્ટા નીચેથી અધધધ.. 15 લાખથી વધુનો દારૂ ઝબ્બે

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાનૂની પ્રવૃત્તિ નાબૂદ કરવાના ભાગરૂપે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર વાય.એમ.મિશ્રા અને પીએસઆઇ આહીર સહિતના ચોક્કસ કામે લાગ્યા હતા. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી. જેમાં ડીસા તરફથી જતી ટ્રક ચુનાના કટ્ટાની આડમાં દારૂ ભરી શિહોરી તરફ આવતી હતી. જેથી પોલીસે હાઇવે પર વોચ ગોઠવતા 9940થી વધુ સંખ્યામાં દારૂની બોટલ હોવાનું પકડી લેવાયું હતું. સરેરાશ 15 લાખ 70 હજારનો દારૂ ગુજરાતમાં ઠલવાય તે પહેલાં ઝડપી લેવાયો હતો. પોલીસે માંગીલાલ શંકરરામ મેઘવાલ (રહે.મેડતા જી.નાગોર. રાજસ્થાન) વાળા સામે કાર્યવાહી હાથ ધરી છે.

ચકચાર@શિહોરી: ચુનાના કટ્ટા નીચેથી અધધધ.. 15 લાખથી વધુનો દારૂ ઝબ્બે

પોલીસે રૂ.7,00,000ની ટ્રક સહિત કુલ રૂ. 22,76,400નો મુદ્દામાલ કબજે લઇ રાજસ્થાનથી દારૂ ભરાવી આપનાર સહિત બે ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.