ચકચાર@સિધ્ધપુર: ફેક્ટરીમાં મધરાત્રે ઘૂસ્યા ચોર, 9.80 લાખની રોકડ લઇ 4 ઈસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર પંથકમાં ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. મધરાત્રે ફેક્ટરીમાં તસ્કરોએ ઘૂસી તિજોરી તોડી ચોરી કરી હતી. કુલ 2 ફેક્ટરીમાં સરેરાશ 10 લાખની રોકડ રકમની ચોરી કરી 4 ઈસમો ફરાર થઇ ગયા હતા. ફેક્ટરીના સંચાલકોને સવારે ધ્યાને આવતાં ભારે દોડધામ વચ્ચે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં 4 તસ્કરો નજીક નજીકની
 
ચકચાર@સિધ્ધપુર: ફેક્ટરીમાં મધરાત્રે ઘૂસ્યા ચોર, 9.80 લાખની રોકડ લઇ 4 ઈસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર પંથકમાં ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. મધરાત્રે ફેક્ટરીમાં તસ્કરોએ ઘૂસી તિજોરી તોડી ચોરી કરી હતી. કુલ 2 ફેક્ટરીમાં સરેરાશ 10 લાખની રોકડ રકમની ચોરી કરી 4 ઈસમો ફરાર થઇ ગયા હતા. ફેક્ટરીના સંચાલકોને સવારે ધ્યાને આવતાં ભારે દોડધામ વચ્ચે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં 4 તસ્કરો નજીક નજીકની કુલ 2 ફેક્ટરીમાં ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફેક્ટરીના સંચાલક ભરતભાઈ રામીએ સિધ્ધપુર પોલીસ સ્ટેશને કુલ 9.98 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરના ખળી ચાર રસ્તા પાસે ગણેશ પલ્સ મીલ આવેલી છે. જ્યાં ગતરાત્રે સરેરાશ 1:30 વાગ્યાના સુમારે ચોરીની કુલ 2 ઘટના બની હતી. તસ્કરોએ ગણેશ પલ્સ મીલમાં ઘૂસી તિજોરી તોડી 9 લાખ 50 હજારની રોકડ રકમ ચોરી કરી હતી. આ દરમ્યાન ફેક્ટરીના ટેબલના ખાનામાં પડેલ રૂપિયા 30 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેની જાણ ફેક્ટરીના ભાગીદારોને થતાં તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસી લીધા હતા. જેમાં 4 તસ્કરોએ ગણેશ પલ્સ મીલમાં 9.80 લાખ સાથે નજીકની બીજી એક ફેક્ટરીમાં પણ રૂપિયા 18 હજારની ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. ચોરીની ચોંકાવનારી ઘટના બાદ ગણેશ પલ્સ મીલના ભરતભાઈ કનૈયાલાલ રામીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક જ રાત્રિમાં આસપાસની 2 ફેક્ટરીમાં સરેરાશ 10 લાખની રોકડ રકમ ચોરી થતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને પગલે સિધ્ધપુર પોલીસે આઇપીએલ કલમ 380, 457 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.