ચકચાર@સુરત: માતાની બહેનપણીએ કિશોરીને વેચી દીધી, આધેડે દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, સુરત સુરતમાં કપડાં અને મોબાઈલ ફોન આપવાનું કહીને 14 વર્ષની કિશોરીને માતાની બહેનપણીએ ફસાવી હતી. જે બાદમાં મહિલાએ કિશોરીને રૂ. 11હજારમાં હવસખોરના હવાલે કરી હતી. સમગ્ર મામલો સામે આવતા પોલીસે બળાત્કાર કરનાર વૃદ્ધ અને મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 14 વર્ષિય કિશોરી નવાં કપડાં
 
ચકચાર@સુરત: માતાની બહેનપણીએ કિશોરીને વેચી દીધી, આધેડે દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, સુરત

સુરતમાં કપડાં અને મોબાઈલ ફોન આપવાનું કહીને 14 વર્ષની કિશોરીને માતાની બહેનપણીએ ફસાવી હતી. જે બાદમાં મહિલાએ કિશોરીને રૂ. 11હજારમાં હવસખોરના હવાલે કરી હતી. સમગ્ર મામલો સામે આવતા પોલીસે બળાત્કાર કરનાર વૃદ્ધ અને મહિલા સહિત ત્રણની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે.

ચકચાર@સુરત: માતાની બહેનપણીએ કિશોરીને વેચી દીધી, આધેડે દુષ્કર્મ આચર્યુ
Advertise

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 14 વર્ષિય કિશોરી નવાં કપડાં અને મોબાઈલ ફોન જોઈતો હતો. આ વાતની ખબર તેના ઘરે આવતી તેની માતાની બહેનપણીને થતા તેણે આ તકનો લાભ લઈને તેને પોતાની વાતમાં ફસાવી હતી. માતાની બહેનપણીએ કિશોરીને કપડાં અને મોબાઇલ અપાવવાની લાલચ આપી હતી. આ માટે કિશોરીને પોતાના ઘરે આવવાનું કહ્યું હતું.

ચકચાર@સુરત: માતાની બહેનપણીએ કિશોરીને વેચી દીધી, આધેડે દુષ્કર્મ આચર્યુ

કિશોરી તારીખ 13ના રોજ પોતાના ઘરેથી નીકળી જઈને આ મહિલાના ઘરે પહોંચી હતી. મહિલા કિશોરીને લઈને રિક્ષામાં કતારગામ પહોંચી હતી. અહીં મહિલાએ આ કિશોરીને એક આધેડને રૂ. 11 હજારમાં વેચી દીધી હતી. આધેડ આ કિશોરીને ડીંડોલી લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ કપડાં કે મોબાઈલ ફોન નહીં આપતા કિશોરીએ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારને કરતા પરિવારે આ મામલે ફરિયાદ કરવા ઉધના પોલીસ મથકે દોડી ગયો હતો.