ચકચાર@થરાદ: વહેલી સવારે ખેતરમાં પ્લાસ્ટીકની બેગમાંથી તાજુ જન્મેલું મૃત ભ્રૃણ મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ તાલુકાના ગામેથી વહેલી સવારે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગામના ખેડૂત ખેતરમાંથી પસાર થતાં હોઇ અચાનક એક પ્લાસ્ટીકની થેલી જોતાં તેમાં તપાસ કરતાં મૃત ભ્રૃણ મળી આવ્યુ છે. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરાયા બાદ ગામમાં ખબર પડતાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે ખેડૂતે
 
ચકચાર@થરાદ: વહેલી સવારે ખેતરમાં પ્લાસ્ટીકની બેગમાંથી તાજુ જન્મેલું મૃત ભ્રૃણ મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ તાલુકાના ગામેથી વહેલી સવારે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગામના ખેડૂત ખેતરમાંથી પસાર થતાં હોઇ અચાનક એક પ્લાસ્ટીકની થેલી જોતાં તેમાં તપાસ કરતાં મૃત ભ્રૃણ મળી આવ્યુ છે. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરાયા બાદ ગામમાં ખબર પડતાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે ખેડૂતે અજાણી મહિલા સાથે થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ઇઢાટા ગામની સીમમાંથી નવજાત ભ્રૃણ મૃત હાલતમાં મળી આવ્યુ છે. ઇઢાટાની સીમમાં રહેતાં નીલાભાઇ ભીલ(માજીરાણા) સવારે ગામમાં હાથ બેટરી ચાર્જમાં મુકી પરત ફરતાં હતા. આ દરમ્યાન ચૌહાણ અનુપસિંહના ખેતરની રોડની સાઇડમાં એક પ્લાસ્ટીકની સફેદ કલરની થેલી પડેલ હોઇ તેમાં તપાસ કરતાં મૃત ભ્રૃણ મળી આવ્યુ હતુ. જેથી તાત્કાલિક તેમને ગામના પ્રમુખ ઉમેદસિંહને જાણ કરતાં તેમને પોલીસને જાણ કરી હતી.

ચકચાર@થરાદ: વહેલી સવારે ખેતરમાં પ્લાસ્ટીકની બેગમાંથી તાજુ જન્મેલું મૃત ભ્રૃણ મળ્યું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, થરાદ તાલુકાના ગામેથી તાજુ જન્મેલું મૃત ભ્રૃણ મળી આવતાં લોકો અજાણી મહિલા સામે ફીટકાર વરસાવી રહ્યા છે. ગઇકાલે વહેલી સવારના સમયે ખેતરમાં પ્લાસ્ટીકની બેગમાંથી નવજાત ભ્રૃણ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે ખેડૂતે અજાણી સ્ત્રી સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ થરાદ પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.