ચકચાર@ઊંઝા: ઉનાવાના આશાસ્પદ યુવકે તળાવમાં ઝંપલાવી કરી આત્મહત્યા

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) ઊંઝા નજીક ઉનાવા ગામના તળાવમાં યુવાને તળાવમાં મોતની ડૂબકી મારી હતી. કોઇ કારણસર આશાસ્પદ યુવાને આપઘાત કર્યો હોવાની ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા યુવકની શોધખોળ કરાઇ હતી. જોકે મોડીસાંજ સુધી લાશ મળી ન હતી. ઘટનાથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક
 
ચકચાર@ઊંઝા: ઉનાવાના આશાસ્પદ યુવકે તળાવમાં ઝંપલાવી કરી આત્મહત્યા

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ઊંઝા નજીક ઉનાવા ગામના તળાવમાં યુવાને તળાવમાં મોતની ડૂબકી મારી હતી. કોઇ કારણસર આશાસ્પદ યુવાને આપઘાત કર્યો હોવાની ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા યુવકની શોધખોળ કરાઇ હતી. જોકે મોડીસાંજ સુધી લાશ મળી ન હતી. ઘટનાથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઉનાવા ગામમાં સચિન અરવિંદભાઈ શ્રીમાળી નામના ૨૫ વર્ષીય યુવક તળાવમાં ડૂબી ગયો હોવાની વાત સામે આવી હતી. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાનું લોકો માની રહયા છે. જેથી સ્થાનિક તરવૈયા મારફત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી લાશ નહિ મળતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જો ડિઝાસ્ટરની ટીમ સમયસર પહોંચી હોત તો કદાચ યુવકનો જીવ બચાવી શકાય તેમ હતું.

સમગ્ર મામલે ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ રાત્રે 9 વાગે થતાં ઊંઝા મામલતદાર પાસેથી વિગતો મેળવી હતી. ઊંઝા મામલતદારે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી હતી. જોકે રાતનો સમય હોવાથી સવારે ફરીથી ટીમ લઈ જવાનું જણાવ્યું હતું.

જોકે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે મામલતદાર માત્ર અધિકારીઓ સાથે આવી જતા રહ્યા હતા અને તેમને કોઈ રેસ્ક્યુ કર્યું નથી.

*સ્થાનિક તરવૈયાઓની મહેનત છતાં નિષ્ફળતા*

સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાવમાં આશરે 200થી વધુ કાચબા હોવાથી મરણ જનાર યુવાનનું શરીર મળવા સામે સવાલો ઉભા થયા છે. હાડપિંજર મળવાની આશંકા વચ્ચે પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હોવાની સ્થિતિ બની છે.