ચકચાર@વાવ: ગામના જ ઇસમે યુવતિને ડરાવીને અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ તાલુકાના ગામે સ્થાનિક ઇસમે યુવતિને અવાર-નવાર ડરાવી-ધમકાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. દોઢેક માસ અગાઉ યુવતિ રાત્રે બાથરૂમ જવા ઉઠ્યા બાદ ઇસમે ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં દસેક દિવસ અગાઉ ખેતરમાં એરંડા વિણતી વખતે અને ગત તા.27 એપ્રિલના રોજ પણ એરંડાના ખેતરમાં દુષ્કર્મ આચર્યા બાદ યુવતિએ
 
ચકચાર@વાવ: ગામના જ ઇસમે યુવતિને ડરાવીને અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ તાલુકાના ગામે સ્થાનિક ઇસમે યુવતિને અવાર-નવાર ડરાવી-ધમકાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. દોઢેક માસ અગાઉ યુવતિ રાત્રે બાથરૂમ જવા ઉઠ્યા બાદ ઇસમે ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં દસેક દિવસ અગાઉ ખેતરમાં એરંડા વિણતી વખતે અને ગત તા.27 એપ્રિલના રોજ પણ એરંડાના ખેતરમાં દુષ્કર્મ આચર્યા બાદ યુવતિએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વાવ પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ મુજબ ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના એક ગામે ખેડૂત પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડૂત પરિવાર ખેતરમાં જ ઘર બનાવીને રહેતો હોઇ તેમના ખેતરના છેડે ભરત ભલાભાઇ ઠાકોરનું ઘર આવેલુ છે. ગત દિવસોએ ખેડૂતની 18 વર્ષિય દીકરી રાત્રે બાથરૂમ જવા ઉઠતાં ઇસમે તેને ડરાવી-ધમકાવી દુષ્કર્મ આચર્યુ હતુ. આ તરફ દસેક દિવસ અગાઉ યુવતિ ખેતરમાં એરંડા વિણતી હોઇ ઇસમે ત્યાં પણ આવીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે યુવતિએ બૂમાબૂમ કરતાં ઇસમ નાસી છુટ્યો હોઇ યુવતિના પરિવારે ઇસમના પિતાને જાણ કરી હતી. જોકે તેના પિતાએ હવે પછી મારો પુત્ર આવુ કંઇ નહીં કરે તેવું કહેતાં મામલો શાંત પડ્યો હતો.

ચકચાર@વાવ: ગામના જ ઇસમે યુવતિને ડરાવીને અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ બે-બે વાર દુષ્કર્મ આચર્યા બાદ ઇસમ ગત તા.27 એપ્રિલના રોજ યુવતિ ખેતરમાં હોઇ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં યુવતિની મરજી વિરૂધ્ધ જબરજસ્તી પકડીને એરંડાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદમાં યુવતિએ તેના કાકા સહિત પરિવારને જાણ કરતાં ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વાવ પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 376, 376(2),(n), 506(2) મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.