ચકચાર@વાવ: ચાર દિવસથી ગુમ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ તાલુકાના ગામ પાસે કેનાલમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચારેક દિવસ અગાઉ ગુમ થયો હતો. જે બાદમાં પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધર્યા બાદ પણ મળી આવ્યો ન હતો. આ તરફ આજે બપોરે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતાં પરિજનો ઘેરા શોકમાં
 
ચકચાર@વાવ: ચાર દિવસથી ગુમ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પોલીસ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ તાલુકાના ગામ પાસે કેનાલમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચારેક દિવસ અગાઉ ગુમ થયો હતો. જે બાદમાં પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધર્યા બાદ પણ મળી આવ્યો ન હતો. આ તરફ આજે બપોરે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતાં પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ વાવ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ટડાવ ગામના પરથી ઠાકોર નામનો યુવક છેલ્લા ચારેક દિવસથી ગુમ હોવાથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ તરફ આજે બપોરના સમયે ગામ નજીકની કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં પરીજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ વાવ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે વાવ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.