ચકચાર@ગામ: લોકોએ CM વિજય રૂપાણીનું બેસણું કર્યું, વિડીયોથી હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં ટ્રાફિક નિયમો સામે સરકારના વલણમાં વારંવાર બદલાવ આવી રહ્યો છે. જેની સામે સોશ્યલ મીડિયામાં લોકો સમર્થન અને વિરોધી કોમેન્ટ છોડી રહ્યા છે. આ ગતિવિધિમાં ગામલોકોએ અચાનક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બેસણું યોજી દેતાં ચકચાર મચી ગઇ છે. વિજય રૂપાણીના બેસણામાં જોરશોરથી રડીને આવતાં ત્રણ વ્યક્તિનો હાવભાવ અન્યોને ઉત્તેજિત કરે છે. દેશ સહિત
 
ચકચાર@ગામ: લોકોએ CM વિજય રૂપાણીનું બેસણું કર્યું, વિડીયોથી હડકંપ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ટ્રાફિક નિયમો સામે સરકારના વલણમાં વારંવાર બદલાવ આવી રહ્યો છે. જેની સામે સોશ્યલ મીડિયામાં લોકો સમર્થન અને વિરોધી કોમેન્ટ છોડી રહ્યા છે. આ ગતિવિધિમાં ગામલોકોએ અચાનક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બેસણું યોજી દેતાં ચકચાર મચી ગઇ છે. વિજય રૂપાણીના બેસણામાં જોરશોરથી રડીને આવતાં ત્રણ વ્યક્તિનો હાવભાવ અન્યોને ઉત્તેજિત કરે છે.

દેશ સહિત ગુજરાતમાં અત્યારે ટ્રાફિક નિયમો અને સામે દંડનો મુદ્દો ચમકી રહ્યો છે. જેમાં અચાનક રાજ્યના કોઇ એક ગામમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ભારોભાર આક્રોશ અને નારાજગી વ્યક્ત કરવા બેસણું યોજી દીધું છે. ગામના કેટલાક લોકોએ એક સ્થળે ભેગાં મળી વિજય રૂપાણીનું બેનર મૂકી બેસણાનો કાર્યક્રમ યોજી દીધાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં રડવાની સ્ટાઇલ સામે ઉપસ્થિત અન્ય લોકો ઉત્તેજીત થતાં રમૂજી મૂડમાં આવી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિડીયો કયા ગામનો અને કોણે બનાવ્યો તે શોધવા ભાજપી આગેવાનો મથી રહ્યા છે. જોકે વિડીયો બનાવ્યા બાદ એકબીજાને મોકલતાં એકદમ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કોંગ્રેસી વિચારધારાના લોકોમાં સળવળાટ તો ભાજપી લોકોમાં ખળભળાટ મચી ગયો છે.