ચકચાર@વિસનગર: નોકરીની લાલચ આપી લાખો ખંખેર્યા, પરત નહિ આપતાં ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે વિસનગર તાલુકાના ગામના યુવકને નોકરીની લાલચ આપી પૈસા લઇ પરત નહિ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ફરીયાદ મુજબ સંકેત ચૌધરી પાસેથી આરોપીઓએ સચિવાલય ક્લાર્કમાં નોકરી માટે પૈસા પડાવ્યા હતા. જે બાદ નોકરી નહી મળતાં અને પૈસા પણ પરત
 
ચકચાર@વિસનગર: નોકરીની લાલચ આપી લાખો ખંખેર્યા, પરત નહિ આપતાં ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે વિસનગર તાલુકાના ગામના યુવકને નોકરીની લાલચ આપી પૈસા લઇ પરત નહિ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ફરીયાદ મુજબ સંકેત ચૌધરી પાસેથી આરોપીઓએ સચિવાલય ક્લાર્કમાં નોકરી માટે પૈસા પડાવ્યા હતા. જે બાદ નોકરી નહી મળતાં અને પૈસા પણ પરત નહિ મળતાં સંકેત ચૌધરીએ પૈસાની ઉઘરાણી કરતાં આરોપીઓએ લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળના મોટામાઢમાં સંકેતભાઇ મહાદેવભાઇ ચૌધરી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એકાદ વર્ષ અગાઉ દઢીયાળના જ ચૌધરી ધવલકુમાર(શિક્ષક) દ્રારા સંકેત ચૌધરીને સચિવાલયમાં નોકરી મેળવવા માટે પૈસાની માંગ કરી હતી. જેથી સંકેતભાઇએ પણ પહેલા 4,00,000 રોકડા અને ધવલકુમાર ચૌધરીના ખાતામાં બીજા 1,50,000 જમા કરાવ્યા હતા. જોકે તે બાદ સંકેતભાઇએ ધવલકુમારને ફોન કરતાં તેનો નંબર બંધ આવ્યો હતો.

આ દરમ્યાન દઢિયાળના જ ચૌધરી વિપુલભાઇ પ્રતાપભાઇ તથા ચૌધરી રાજકુમાર રમેશભાઇ તથા મગરોડા ગામના ચૌધરી વર્ચસકુમાર કૌશિકભાઇને સંકેતભાઇ મળ્યા હતા. જેમાં આ ત્રણેય વ્યક્તિઓ પાસે પણ આવી જ રીતે આ લોકોએ 2-2 લાખ રૂપિયા ધવલકુમાર અને તેના કાકા કિરીટભાઇને વચ્ચે રાખી લીધા હોવાનું સામે આવ્યુ હતુ. આમ, આ ઇસમોએ ફરીયાદી અને 11,50,000 રૂપિયા લીધા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. જેને લઇ સંકેતભાઇ અને વર્ચસકુમાર સુરત નોકરી કરતાં ધવલકુમાર પાસે ગયા હતા. જ્યાં તેમને કહેલ કે નોકરીની વ્યવસ્થા થાય તેમ નથી અને હાલ મારી પાસે પૈસા નથી. જેથી ફરીયાદી વચ્ચે રહેલા ચૌધરી કિરીટભાઇને મળવા જતાં તેમને પૈસા આપવાના વાયદા કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વારંવાર વાયદાઓને કારણે કંટાળીને તા.5-6-2020ના રોજ સવારે ચૌધરી વિપુલકુમાર, ચૌધરી રાજકુમાર, ચૌધરી ચિરાગકુમાર, ચૌધરી અંકિતકુમાર અને સંકેતભાઇ કિરીટભાઇને મળવા તેમના ખેતરે ગયા હતા. જ્યાં કિરીટભાઇએ પૈસા પરત નહિ આપવાની અને સંકેતભાઇને બે લાફા મારી હવે પછી પૈસા લેવા આવ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું સંકેતભાઇએ ફરીયાદમાં લખાવ્યુ હતુ. જેને લઇ વિસનગર તાલુકા પોલીસે 2 ઇસમોના નામજોગ આઇપીસીની કલમ 406, 420, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • ધવલકુમાર દિલીપભાઇ ચૌધરી, રહે.વાંકલ, તા. માંગરોળ, જી.સુરત
  • કિરીટકુમાર હેમરાજભાઇ ચૌધરી, રહે. ગાંધીનગર