આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાની ગ્રામ પંચાયતે કોરોના વાયરસ વચ્ચે સૌથી મોટી ચિંતા દર્શાવતો પત્ર લખ્યો છે. કોરોના વાયરસને પગલે લોકડાઉન હોવા છતાં દારૂનું વેચાણ બેફામ છે. જેનાથી દારૂડિયા ખુલ્લેઆમ ફરી રહ્યા હોઇ કંટ્રોલ કરવા સરપંચે બનાસકાંઠા એસપીને રજૂઆત કરી છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસના ફફડાટ વચ્ચે વધુ એક મુશ્કેલી ગામલોકો માટે ઉભી થતાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમૌ ગામે કોરોના વાયરસના ભય સાથે વધુ એક ચિંતા બની છે. આખા દેશમાં લોકડાઉન હોવા છતાં ગામમાં દારૂડિયા બેફામ ઘુમી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમૌ ગ્રામ પંચાયતના સરપંચે દારૂની બદી કંટ્રોલ કરવા એસપીને પત્ર લખ્યો છે. ગામમાં લોકડાઉનનુ કડકપણે પાલન થઇ રહ્યું છે પરંતુ દારૂનું વેચાણ ચાલુ હોઇ દારૂડિયા વારંવાર બહાર નિકળી આંટાફેરા મારે છે. આવી સ્થિતિમાં ગામમાં કોરોના સામેની કાળજી અત્યંત નબળી પડતી હોવાનું ખુદ સરપંચે જણાવી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 21 દિવસનું જાહેર થયા બાદ ડીસા શહેર સહિત ગામેગામ કાળજી લેવાઇ રહી છે. જોકે મોટા સમૌ ગામમાં જ દારૂનું વેચાણ થતું હોઇ આરોગ્યની સ્થિતિ કથળી શકે છે. આથી ગામમાં પોલીસ મોકલી દારૂની બદી કંટ્રોલ કરવાની માંગ કરી છે. ગામ મોટું હોઇ લોકડાઉનનુ પાલન દારૂડિયાઓને કારણે ખોરવાઇ રહ્યું છે તેવું મહિલા સરપંચ રાણીબેન જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code