ચકચાર@મહેસાણા: નંબર પ્લેટ બદલી ગાયોની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નજીકથી 60 થી વધુ ગાયો ભરેલી ટ્રક ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ છે. નંબર પ્લેટ બદલીને રાજસ્થાનથી નીકળી અને મહારાષ્ટ્રના ધુલિયા તરફ જતી ટ્રકને કતલાખાને લઇ જવાતી હોવાની જાણ થતાં પોલીસે અટકાવી હતી. તપાસ દરમ્યાન પોલીસે ટ્રકમાંથી પગ-મોંઢા બાંધેલી 60 થી વધુ ગાયોને તાત્કાલિક અસરથી લીંચ મહાજન પાંજરાપોળમાં ખસેડવામાં આવી હતી.
 
ચકચાર@મહેસાણા: નંબર પ્લેટ બદલી ગાયોની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નજીકથી 60 થી વધુ ગાયો ભરેલી ટ્રક ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ છે. નંબર પ્લેટ બદલીને રાજસ્થાનથી નીકળી અને મહારાષ્ટ્રના ધુલિયા તરફ જતી ટ્રકને કતલાખાને લઇ જવાતી હોવાની જાણ થતાં પોલીસે અટકાવી હતી. તપાસ દરમ્યાન પોલીસે ટ્રકમાંથી પગ-મોંઢા બાંધેલી 60 થી વધુ ગાયોને તાત્કાલિક અસરથી લીંચ મહાજન પાંજરાપોળમાં ખસેડવામાં આવી હતી.

ચકચાર@મહેસાણા: નંબર પ્લેટ બદલી ગાયોની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઇ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા શહેરના શિવાલા સર્કલ નજીકથી આજે જીવદયા પ્રેમીઓની સર્તકતાથી 60થી વધુ ગાયો લઇ જતી ટ્રક ઝડપાઇ છે. મહેસાણા-અમદાવાદ હાઇવે રોડ પુરઝડપે જતી ટ્રકને સીઝર રિતેશ મહારાજાએ રોકી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા વાહનમાં લોનના હપ્તા બાકી હોઇ તેને રોકવામાં આવી હતી. પરંતુ તપાસ કરતા તેમાં ગૌવંશ હોવાનુ બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજસ્થાનથી નીકળી મહારાષ્ટ્રના ધૂલિયા તરફ જતી આ ટ્રક કતલખાને જતી હોવાનું જણાતાં પોલિસને જાણ કરાઈ હતી. સમગ્શ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોને જાણ કરાતા ટ્રકને કંપનીના ગોડાઉનમાં રાખવામાં આવી હતી. મહેસાણા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન જીવ દયા સંસ્થા અને શિવ ગંગા હેલ્પલાઇનના ટ્રસ્ટી દિનેશભાઈ શાહને જાણ થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા.