ચકચાર@મોડાસા: કલાકોમાં બે એટીએમ તોડ્યાં, લાખોની રકમ ઉઠાવી ફરાર

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. એક જ દિવસમાં બે એટીએમને નિશાન બનાવી ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યુ છે. બાયડ અને મોડાસાના એટીએમમાંથી ગણતરીના કલાકોમાં લાખો રૂપિયાની ઉઠાંતરી થતાં સ્થાનિક પોલીસમાં દોડધામ મચી છે. આ સાથે તસ્કરોએ સીસીટીવી કેમેરાને પણ ભારે નુકશાન કર્યુ હોવાથી ભારે
 
ચકચાર@મોડાસા: કલાકોમાં બે એટીએમ તોડ્યાં, લાખોની રકમ ઉઠાવી ફરાર

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. એક જ દિવસમાં બે એટીએમને નિશાન બનાવી ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યુ છે. બાયડ અને મોડાસાના એટીએમમાંથી ગણતરીના કલાકોમાં લાખો રૂપિયાની ઉઠાંતરી થતાં સ્થાનિક પોલીસમાં દોડધામ મચી છે. આ સાથે તસ્કરોએ સીસીટીવી કેમેરાને પણ ભારે નુકશાન કર્યુ હોવાથી ભારે ચકચાર મચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@મોડાસા: કલાકોમાં બે એટીએમ તોડ્યાં, લાખોની રકમ ઉઠાવી ફરાર

અરવલ્લી જીલ્લાના મોડાસા અને બાયડમાં એટીએમમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. બાયડના ડેમાઇમાં આવેલ સેન્ટ્રલ એટીએમ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનેડા બેંકના એટીએમમાં પણ ચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે. તસ્કરોએ સીસીટીવી કેમેરા ઉપર સ્પ્રે છાંટી અને લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ છે.