ચેલેન્જ@પાટણ: ધારાસભ્યની ચિમકી, ભાજપના બાપની તાકાત નથી કે કોંગ્રેસને ડરાવી શકે, વિડીયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પ્રચારોમાં ધારાસભ્યો અને નેતાઓના બેફામ વાણી-વિલાસનો વીડિયો સામે આવતાં હોય છે. અગાઉ ડીસાના ભાજપી ધારાસભ્યના વીડિયો બાદ ગઇકાલે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો ચિમકી આપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય પ્રશાસન અને ભાજપને ખુલ્લી ચિમકી આપી રહ્યાનું સાંભળવા મળી રહ્યુ છે. આ સાથે કોઇના બાપની તાકાત હોય
 
ચેલેન્જ@પાટણ: ધારાસભ્યની ચિમકી, ભાજપના બાપની તાકાત નથી કે કોંગ્રેસને ડરાવી શકે, વિડીયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પ્રચારોમાં ધારાસભ્યો અને નેતાઓના બેફામ વાણી-વિલાસનો વીડિયો સામે આવતાં હોય છે. અગાઉ ડીસાના ભાજપી ધારાસભ્યના વીડિયો બાદ ગઇકાલે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો ચિમકી આપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય પ્રશાસન અને ભાજપને ખુલ્લી ચિમકી આપી રહ્યાનું સાંભળવા મળી રહ્યુ છે. આ સાથે કોઇના બાપની તાકાત હોય તો મારા એકપણ કાર્યક્રરને કંઇ થયુ તો હું બેઠો છુ તેવો બોલતાં હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણમાં જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. આ તરફ ગઇકાલે પાટણના બાલીસણા ગામે કોંગ્રેસની ચૂંટણી સભા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના ભાષણ દરમ્યાન મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જોકે તેઓ એ ભાજપ સહિત પોલીસ પ્રશાસનને પણ જાહેરમંચ પરથી ચિમકી આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ ભાષણ આપતાં પહેલાં કિરીટ પટેલે લોકોને તેમની વાત રેકોર્ડિંગ કરવા કહ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં રાજકીય નેતાઓની બેફામ વાણી-વિલાસનો વધુ એક વીડિયો સામે આવ્યા છે. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યુ હતુ કે, મારા બલીસણા જિલ્લા પંચાયતની સીટ કે રણુજ જિલ્લા પંચાયત સીટ પર જો કોઈ ભાજપ નો દાદા હોય, લુખ્ખો હોઈ તો સાંભળી લે, કોઈ ભાજપનો લુખ્ખો એમ કહેતો હોય કે, પોલીસ અમારી છે, ડીઓ અમારા છે, કલેક્ટર અમારા છે, વહીવટી તંત્ર અમારૂ છે, અમે તમને આમ કરી દઈશું તેમ કરી દઈશું તેના થી ડરવાની જરૂર નથી. આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, પોલીસના પી.આઈના બાપની તાકાત હોય, ડીએસપીના બાપની તાકાત હોય, કલેક્ટરના બાપની તાકાત હોય કે ભાજપના કોઈ લુખ્ખાના બાપની તાકાત હોય તો મારા એક પણ કાર્યકરને કાઈ થયું તો હું બેઠો છું. મારો મોબાઈલ નંબર લઇ લો કોઈના બાપ ની તાકાત નથી કે મારા મતદાર ને ડરાવી શકે.

ચેલેન્જ@પાટણ: ધારાસભ્યની ચિમકી, ભાજપના બાપની તાકાત નથી કે કોંગ્રેસને ડરાવી શકે, વિડીયો વાયરલ
જાહેરાત