ફેરફાર@ક્રિકેટઃ ‘બેટ્સમેન’ શબ્દ હંમેશા માટે હટાવાયો, હવે ‘બેટર’ શબ્દનો ઉપયોગ થશે

અટલ સમાચાર, ડેસ્ક ક્રિકેટના નિયમોમાં અચાનક આ મોટા ફેરફારનો હેતુ મહિલા અને પુરુષ ક્રિકેટરોને બરાબરીનો દરજ્જો આપવાનો છે જેનાથી ક્રિકેટના ધોરણને વધુ સુઘડ બનાવવામાં મદદ મલશે. હવે પુરુષ અને મહિલા બન્ને માટે ‘બેટસમેન’ની જગ્યાએ તુરંત પ્રભાવથી ‘જેન્ડર ન્યુટ્રલ’ શબ્દ ‘બેટર’નો ઉપયોગ કરવામાં આવશે. એમસીસીનું માનવું છે કે ‘જેન્ડર ન્યુટ્રલ’ (જેમાં કોઈ પુરુષ અને મહિલાને મહત્ત્વ
 
ફેરફાર@ક્રિકેટઃ ‘બેટ્સમેન’ શબ્દ હંમેશા માટે હટાવાયો, હવે ‘બેટર’ શબ્દનો ઉપયોગ થશે

અટલ સમાચાર, ડેસ્ક

ક્રિકેટના નિયમોમાં અચાનક આ મોટા ફેરફારનો હેતુ મહિલા અને પુરુષ ક્રિકેટરોને બરાબરીનો દરજ્જો આપવાનો છે જેનાથી ક્રિકેટના ધોરણને વધુ સુઘડ બનાવવામાં મદદ મલશે. હવે પુરુષ અને મહિલા બન્ને માટે ‘બેટસમેન’ની જગ્યાએ તુરંત પ્રભાવથી ‘જેન્ડર ન્યુટ્રલ’ શબ્દ ‘બેટર’નો ઉપયોગ કરવામાં આવશે. એમસીસીનું માનવું છે કે ‘જેન્ડર ન્યુટ્રલ’ (જેમાં કોઈ પુરુષ અને મહિલાને મહત્ત્વ ન આપવામાં આવ્યું હોય)નો ઉપયોગ તમામ માટે એક જેવો થવાથી ક્રિકેટના દરજ્જાને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે મદદ મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એમસીસીએ કહ્યું કે 2017માં પાછલા ‘રિ-ડ્રાફ્ટ’માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અને મહિલા ક્રિકેટના અમુક મહત્ત્વપૂર્ણ અધિકારીઓ સાથે ચર્ચા કરવા બાદ આ મુદ્દે સહમતિ સધાઈ હતી. આ સાથે જ બેટસમેન શબ્દને હંમેશ માટે હટાવી દેવામાં આવ્યો છે.મહિલા ક્રિકેટે દુનિયાભરમાં તમામ સ્તરે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે એટલા માટે મહિલાઓ અને યુવતીઓને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરવા વધુમાં વધુ ‘જેન્ડર ન્યુટ્રલ’ શબ્દોને અપનાવવાની વાત કરવામાં આવી રહી હતી. અને સંચાલન સંસ્થાઓ અને મીડિયા સંસ્થાઓ પહેલાંથી જ ‘બેટર’ શબ્દનો ઉપયોગ કરી રહી છે.