આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) 

કોરોના વાયરસના કહેરને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ બની છે. આ તરફ તંત્ર દ્રારા ડીસામાં આવતીકાલથી છૂટક વેપાર બંધ કરવામાં આવશે. આ સાથે હોલસેલ વેપાર માત્ર રાત્રિ દરમ્યાન જ થશે. તંત્રની સુચનાઓનો કડક અમલ કરવા ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશને આદેશ કર્યો છે. ડીસા શાકમાર્કેટમાં પણ છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં પહેલી એપ્રિલથી છૂટક બંધ થઇ જશે. એસડીએમ દ્રારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે ડીસા શાકમાર્કેટમાં પણ છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જથ્થાબંધ વેપારની આવક રાત્રે 12 વાગ્યાથી અને જાવકની કામગીરી સવારે 3થી 7 વાગ્યા સુધી પૂર્ણ કરવા જણાવાયુ છે. આ સાથે સવારે 7થી રાત્રીના 12 વાગ્યા સુધી શાકમાર્કેટમાં કોઈપણ જાતની કામગીરી પર પૂર્ણ પાંબધી લગાવી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code