પરંપરામાં ફેરફાર: કોરોનામાં પંડિતોએ લગ્ન કરાવ્યા બાદ આ પ્રથાઓ બંધ કરાવી

અટલ સમાચાર, ડેસ્ક રિવાજ પ્રમાણે વર-વધૂના લગ્ન થાય ત્યારે ગોર મહારાજના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાતા હતા. હવે તે નિયમને હટાવી દેવામાં આવ્યો છે. લગ્નના રિવાજો સિવાય કથાની કેટલીક પરંપરાઓને પણ હટાવી દેવામાં આવે છે. પહેલા વ્યાસપીઠ પર બેસેલા મહારાજના ચરણને ધોવાની પરંપરા હતી પરંતુ હવે પંડિતોએ આ નિયમને દૂર કરી દીધો છે. કોરોનાના કારણે કેટલાક
 
પરંપરામાં ફેરફાર: કોરોનામાં પંડિતોએ લગ્ન કરાવ્યા બાદ આ પ્રથાઓ બંધ કરાવી

અટલ સમાચાર, ડેસ્ક

રિવાજ પ્રમાણે વર-વધૂના લગ્ન થાય ત્યારે ગોર મહારાજના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાતા હતા. હવે તે નિયમને હટાવી દેવામાં આવ્યો છે. લગ્નના રિવાજો સિવાય કથાની કેટલીક પરંપરાઓને પણ હટાવી દેવામાં આવે છે. પહેલા વ્યાસપીઠ પર બેસેલા મહારાજના ચરણને ધોવાની પરંપરા હતી પરંતુ હવે પંડિતોએ આ નિયમને દૂર કરી દીધો છે. કોરોનાના કારણે કેટલાક નિયમો લોકોએ જાતે જ બનાવી દીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આશીર્વાદ
લગ્ન પ્રસંગમાં લગ્ન સમાપ્ત થાય ત્યારે જોડુ મોટેરાઓના તેમજ પંડિતનો આશીર્વાદ લેતુ હતુ. હવે તે નિયમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને હવે લગ્ન કરનાર કપલ દૂરથી જ નમસ્કાર કરીને આશીર્વાદ લઇ લે છે.

તિલક
છત્તીસગઢમાં યોજાતા દરેક લગ્નમાં આ પ્રથા કોમન છે. લગ્નમાં આવનાર બધા જ મહેમાન વર વધૂને ચોખાનું તિલક લગાવે છે. હવે પંડિતોએ તે પ્રથા બંધ કરાવી છે અને દૂરથી જ આશીર્વાદ આપવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

વેવાઇનું ભેટવુ
લગ્ન પ્રસંગમાં વર-વધૂના માતા પિતા લગ્નના સમયે એકબીજાને ગળે મળે છે અને જેના કારણે એક બીજા સાથે સીધા સંપર્કમાં આવે છે અને કોરોનાનો ખતરો વધી જાય છે. માટે આ પ્રથા પણ બંધ કરવી જોઇએ અને દૂરથી જ હાથ જોડીને એકબીજાનું અભિવાદન કરવું જોઇએ.

ચરણસ્પર્શ
સગાઇમાં પણ જોડુ દરેકના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લે છે પરંતુ હવે કોરોના કાળમાં અડકવું જોખમભર્યુ હોઇ શકે માટે સગાઇમાં પણ કોઇના ચરણસ્પર્શ કરવાની પ્રથાને બંધ કરી દેવામાં આવી છે.