આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

નશાકારક પદાર્થોના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર બાબતે યુવાનોમાં જાગૃતિ આવે તે માટે ચાણસ્મા તાલુકાના રૂપપુર ખાતે વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નશાબંધી અને આબકારી વિભાગના નિયામક સુનિલ કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા તેમના થકી સમાજ વ્યસનમુક્ત થાય તે માટે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.

વિશ્વવ્યાપક બનેલી નશાની સમસ્યા અને નશાકારક પદાર્થોના દુરૂપયોગથી દૂર રહેવા માર્ગદર્શન આપતા નશાબંધી અને આબકારી વિભાગના નિયામક સુનિલકુમારે જણાવ્યું કે સારા સમાજનું નિર્માણ કરવા નશામુક્તિનો સંદેશ ફેલાવવાનું તથા જાગૃતિ લાવવાનું કામ ખુબ જરૂરી છે. વિદ્યાર્થીએ આદર્શ સમાજ નિર્માણના પાયાનો પથ્થર છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ માથે આ એક મોટી જવાબદારી છે. તેમણે સમાજને નશામુક્ત કરવા વ્યસનથી થતા નુકશાન અંગે અવગત કરાવી ઉત્કૃષ્ઠ સમાજના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

નશાબંધી અને આબાકારી વિભાગ પાટણના પોલીસ અધિક્ષક એસ.કે. દવે જણાવ્યું હતું કે દેશમાં નશાકારક પદાર્થોનું વેચાણ વધ્યું છે ત્યારે વિકરાળ બનેલી નશાખોરીથી આદતથી ભાગવુ એ શાહમૃગવૃત્તિ છે. શોખ કે દેખાદેખી, ડિપ્રેશનના બહાના હેઠળ કે અન્ય રીતે નશાકારક પદાર્થોના સેવન તરફ વળેલા લોકોએ નશાની આદતમાંથી મુક્ત થવા જાતે જ પ્રયત્નશીલ થવુ પડશે. મૉર્ડનાઈઝેશનના આ યુગમાં દેખાદેખીમાં શરૂ થયેલી નશાની આદત ગુનાખોરી તરફ દોરી જાય છે ત્યારે આ વિષે જાગૃતિ ફેલાવવા યુવાનોનું યોગદાન જરૂરી છે.

કૉલેજ કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા નશાબંધી વિશે વકતૃત્વ સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી વ્યસનમુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જેઠીબા કે.પટેલ આર્ટ્સ, બી.એ.પટેલ તથા ડી.બી.વ્યાસ કોમર્સ કોલેજના આચાર્યઓ, કૉલેજ સ્ટાફના કર્મચારીઓ તથા કૉલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નશામુક્ત સમાજના નિર્માણ માટે યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code