ચાણસ્મા: તાલુકા પંચાયતમાં 5 સભ્યોની ભરતી માટે ટુંક સમયમાં જાહેરાત આવશે

અટલ સમાચાર,મહેસાણા ચાણસ્મા તાલુકા પંચાયતમાં 5 સભ્યોએ બગાવત કરતા નામોનિર્દિષ્ટ કોર્ટ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. આથી આગામી ટુંક સમયમાં નવિન 5 સભ્યો ભરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય યુધ્ધને બદલે કોંગ્રેસમાં જ આંતરિક ગજગ્રાહ વધી ગયો હતો. કેટલાંક મહિના અગાઉ પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસનો વિવાદ વકર્યો હતો. ક્રોસ વોટીંગ કરનાર
 
ચાણસ્મા: તાલુકા પંચાયતમાં 5 સભ્યોની ભરતી માટે ટુંક સમયમાં જાહેરાત આવશે

અટલ સમાચાર,મહેસાણા

ચાણસ્મા તાલુકા પંચાયતમાં 5 સભ્યોએ બગાવત કરતા નામોનિર્દિષ્ટ કોર્ટ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. આથી આગામી ટુંક સમયમાં નવિન 5 સભ્યો ભરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય યુધ્ધને બદલે કોંગ્રેસમાં જ આંતરિક ગજગ્રાહ વધી ગયો હતો. કેટલાંક મહિના અગાઉ પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસનો વિવાદ વકર્યો હતો. ક્રોસ વોટીંગ કરનાર મૂળ કોંગ્રેસના જ 5 સભ્યો હવે ડેલીકેટ રહ્યા નથી.

ચાણસ્મા: તાલુકા પંચાયતમાં 5 સભ્યોની ભરતી માટે ટુંક સમયમાં જાહેરાત આવશે

પાટણ જીલ્લાની ચાણસ્મા તાલુકા પંચાયતમાં પક્ષપલટાની ફરીયાદને અંતે ગાંધીનગર સ્થિત નામોનિર્દિષ્ટ કોર્ટ દ્વારા નિર્ણય લેતાં ખળભળાટ મચી ગયો છે. ત્રીજો મોરચો ઉભો કરનાર કોંગ્રેસના જ 5 સભ્યોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. જોકે, આનાથી પ્રમુખ સહિત સત્તાધારી પક્ષ કોંગ્રેસને ગાબડું પડે તેમ નથી. આ તરફ પાંચ સભ્યોની જગ્યા ખાલી પડતા કારોબારી સમિતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાણસ્મા તાલુકા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના જયારે કારોબારી સમિતિ ચેરમેન ત્રીજા મોરચાના હોઇ છેલ્લા કેટલાંક સમયથી વહીવટમાં ખેંચતાણ ચાલતી હતી. જોકે, કોંગ્રેસના બળવાખોર સભ્યો બરતરફ થતાં તાલુકામાં ફરી એકવાર રાજકીય વાતાવરણ તેજ બન્યુ છે. ઉલ્લેખનિય છે કે, બરતરફ થયેલા 5 સભ્યો હુકમ સામે હાઇકોર્ટ જવાની તૈયારી કરતા મામલો ગરમાયો છે.

આગામી 30 દિવસ બાદ નવી કારોબારી બનશે

ચાણસ્મા તાલુકા પંચાયતની વિવાદાસ્પદ કારોબારી સમિતિમાં કુલ 9 સભ્યો હતા. હવે, 5 બાકાત થતા 4 સભ્યો કારોબારીમાં રહેતા અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો છે. તાલુકા પંચાયતના પ્રમુખ ગેમર દેસાઇએ જણાવ્યુ હતુ કે, આગામી 30 દિવસ બાદ નવિન કારોબારીની રચના કરવામાં આવશે. જોકે, અગાઉથી જ કારોબારીના પાવર સામાન્ય સભાને સોંપેલા હતા.

આ સભ્યોએ પક્ષવિરોધી કામ કર્યુ હતુ

  • કોકિલાબેન કનૈયાલાલ પટેલ
  • કૈલેશભાઇ હરીભાઇ પટેલ
  • ધીરાજી પથુજી ચાવડા
  • કૈલાશબેન ભરતસિંહ સોલંકી
  • કલાવતીબેન ગોપાલજી ઠાકોર