અટલ સમાચાર, પાટણ
પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મંજૂરી આપવામાં આવતા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે ચાણસ્મા શહેર મહિલા કોંગ્રેસની વરણી કરી છે.
ચાણસ્મા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની સુકાન પૂર્વ પાલિકા પ્રમુખ ભીખીબેન જયંતિભાઈ પટેલને સોંપવામાં આવી છે. ભીખીબેન પટેલ વયસ્ક હોઇ પાર્ટીએ અનુભવીની પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.