છાપી: પાર્કિંગ મામલે બે જૂથો બાખડતા વાતાવરણ તંગ, પોલીસ ઘટના સ્થળે

અટલ સમાચાર,પાલનપુર (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર શનિવારે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં લઘુમતી સમાજના બે જૂથો બાખડી પડ્યા હતા. સમગ્ર મામલે મારામારી શરૂ થઈ જતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પડ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે પર શનિવારે પાર્કિંગના મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે
 
છાપી: પાર્કિંગ મામલે બે જૂથો બાખડતા વાતાવરણ તંગ, પોલીસ ઘટના સ્થળે

અટલ સમાચાર,પાલનપુર (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર શનિવારે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં લઘુમતી સમાજના બે જૂથો બાખડી પડ્યા હતા. સમગ્ર મામલે મારામારી શરૂ થઈ જતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પડ્યો હતો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે પર શનિવારે પાર્કિંગના મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ અચાનક મામલો બિચકતા મારામારી શરૂ થઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં જિલ્લાની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે જૂથોને સમજાવી મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.