ચૌધરી સમાજ: ઉ.ગુજરાતની કોઈ ૧ બેઠકની ટીકીટ માટે કોંગ્રેસને રજૂઆત

અટલ સમાચાર,પાટણ લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ત્યારે સામાજિક વાતાવરણ ગરમાયું જાય છે. ચૌધરી સમાજે ઉત્તર ગુજરાતની કોઈ એક બેઠક ફાળવવા કોંગ્રેસને રજૂઆત કરી છે. બેઠક ફાળવવા સાથે 3 નામોની પેનલમાંથી કોઈ એકને ઉમેદવાર બનાવવા પણ આગ્રહ કર્યો છે. આંજણા ચૌધરી સમાજના આગેવાન ડાયાભાઇ પટેલ(ચૌધરી), પાટણ જીલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ ચૌધરી સહિતના આગેવાનો
 
ચૌધરી સમાજ: ઉ.ગુજરાતની કોઈ ૧ બેઠકની ટીકીટ માટે કોંગ્રેસને રજૂઆત

અટલ સમાચાર,પાટણ

લોકસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ત્યારે સામાજિક વાતાવરણ ગરમાયું જાય છે. ચૌધરી સમાજે ઉત્તર ગુજરાતની કોઈ એક બેઠક ફાળવવા કોંગ્રેસને રજૂઆત કરી છે. બેઠક ફાળવવા સાથે 3 નામોની પેનલમાંથી કોઈ એકને ઉમેદવાર બનાવવા પણ આગ્રહ કર્યો છે.

આંજણા ચૌધરી સમાજના આગેવાન ડાયાભાઇ પટેલ(ચૌધરી), પાટણ જીલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ ચૌધરી સહિતના આગેવાનો કોંગ્રેસના સત્તાધીશોને મળ્યા હતા. જેમાં ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા પૈકીની કોઈ એક લોકસભા બેઠકની ટિકિટ આપવા રજૂઆત કરી હતી. આ માટે ચૌધરી સમાજના આગેવાન ડાહ્યાભાઈ પટેલ(ચૌધરી),જોઇતાભાઇ પટેલ(ચૌધરી) અને વીરજીભાઈ ઝુંડાલ સહિતના આગેવાનોમાંથી કોઈ એકને કોંગ્રેસની ટિકિટ આપવા ડેલિગેશન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં પાટીદાર અને ઠાકોર સાથે ચૌધરી સમાજના મતદારો પણ વધુ છે.