છેતરામણી@હિંમતનગર: કેમિકલથી દાગીના ધોવાનુ કહી ઈસમો સોનાની બંગડીઓ લઈ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ,હિંમતનગર હિંમતનગરમાં એક વુધ્ધ મહિલાને કેમિકલથી દાગીના ધોઈ આપવાનુ કહી ઈસમો સોનાની બંગડીઓ લઈ ફરાર થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે વૃધ્ધ મહિલા તેમની વહુ સાથે ઘરે એકલા હતા. આ દરમ્યાન અજાણ્યા બે શખ્સો બાઈકમાં આવ્યા હતા. બાઈક સવાર બે ઈસમોએ પોતે કંપનીમાંથી આવ્યા છે તેમ જણાવી કેમિકલથી દાગીના ધોવા માટે લીધા
 
છેતરામણી@હિંમતનગર: કેમિકલથી દાગીના ધોવાનુ કહી ઈસમો સોનાની બંગડીઓ લઈ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ,હિંમતનગર

હિંમતનગરમાં એક વુધ્ધ મહિલાને કેમિકલથી દાગીના ધોઈ આપવાનુ કહી ઈસમો સોનાની બંગડીઓ લઈ ફરાર થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે વૃધ્ધ મહિલા તેમની વહુ સાથે ઘરે એકલા હતા. આ દરમ્યાન અજાણ્યા બે શખ્સો બાઈકમાં આવ્યા હતા. બાઈક સવાર બે ઈસમોએ પોતે કંપનીમાંથી આવ્યા છે તેમ જણાવી કેમિકલથી દાગીના ધોવા માટે લીધા હતા. બાદમાં નજરચુક કરી સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનારે આ મામલે હિંમતનગર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ ગોકુલધામ બંગ્લોઝમાં રહેતા ઝવેરબેન હરખચંદભાઈ પાસડ ગઈકાલ સોમવારના રોજ ઘરે તેમની વહુ સાથે હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા 2 ઈસમો મોટર સાઈકલમાં આવ્યા હતા. જેમને પોતાની ઓળખ કોઈ કંપનીમાં કામ કરતા હોવાની જણાવી હતી. બન્ને ઈસમોએ સોનાના ઘરેણાં કેમિકલથી સાફ કરવાનો ડેમો આપવાની વાત કહી હતી. બાદમાં મહિલાએ તેમની વાતમાં ભોળવાઈને હાથમાં પહેરેલી 4 બંગડીઓ કિંમત આશરે 75,000 ની આપી હતી. કેમિકલમાં ધોયા બાદ તેને હળદરના પાણીથી ધોઈ નાખવાનુ જણાવતા મહિલાની વહુ તેને જ્યારે ઘરમાં ધોવા ગઈ ત્યારે 2 વ્યક્તિ પૈકી 1 ઈસમ પણ તેમની સાથે ગયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી ઈસમોએ નજરચુક કરી વાસણમાં પડેલી બંગડીઓ ઉઠાવી લીધી હતી. બાદમાં 2 અજાણ્યાં ઈસમો તેમનુ કાર્ડ આપીને ભાગી ગયા હતા. જેથી વાસણમાં પડેલી સોનાની બંગડીઓ તપાસતા તે નહી મળતાં બન્ને મહિલા ચોંકી ઉઠી હતી. આમ કેમિકલથી દાગીના ધોઈ આપવાના બહાને છેતરીને 4 સોનાની બંગડીઓ ઉઠાવી જનાર બે અજાણ્યાં શખ્સો વિરૂધ્ધ મહિલાએ હિંમતનગર પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે અજાણ્યાં શખ્સો વિરૂધ્ધ આઈપીસી કલમ 420, 406, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.